બાપુજી ક્લિનિક પિતૃઋણમાંથી મુક્ત થવાનો માર્ગ છે કે કેમ આ સવાલનો જવાબ આપતા ડો. હરિતે જણાવ્યું હતું કે, દાદાએ એગ્રીકલ્ચર ઓફિસર હોવાથી તેમણે જ નામ આપ્યું. હવે આ નામ પણ એનું છે. અને શરીર માતા-પિતાની દેન છે. તો આ ઋણમાંથી તો મુક્ત કોઈ થકે તેમ જ નથી. તો પછી બાપુજીના નામનું ક્લિનિક તો માત્ર પાશેરામાં પુણી સમાન છે. પરિવાર જ પ્રગતિનો પાયો હોવાનું માનતા ડો. હરિતે જણાવ્યું હતું કે,શરૂઆતમાં નાની ક્લિનિક કરી હતી. ત્રણેક વર્ષ રાઈઝ ઓન પ્લાઝામાં નાના પાયે ક્લિનિક ચલાવી. આ દરમિયાન બેંકમાં કામ કરતી ફાલ્ગુની સાથે લગ્ન થયા અને પારિવારિક પ્રેમની સાથે પ્રગતિને પણ નવી ગતિ મળી. આજે નાના ક્લિનિકની જગ્યાએ મોટું ક્લિનિક બનાવવાની સાથે વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જે પરિવારની હૂંફ અને લાગણીના કારણે જ શક્ય બન્યું હોવાનું ડો.હરિતે વધુમાં ઉમેર્યું હતું.
2/5
29 વર્ષિય ડો. હરિતે સહર્ષ જણાવ્યુ હતું કે, બાપુજી ક્લિનિક શરૂ કર્યાના થોડા સમય બાદ અન્ય તબીબ મિત્રોને પણ આ નામ પસંદ આવી ગયું હતું. જેથી આજે શહેરમાં બાપુજીના નામની ચાર ક્લિનિક ચાલે છે. અડાજણમાં (ડો.કૃતેશ પટેલ), કામરેજમાં ડો. ચિરાગ પટેલ અને ઉતરાણ(ડો. યોગેશ ભડીયાદરા)ના અલગ અલગ તબીબોની ક્લિનિકો ચાલે છે. પરંતુ નામ બાપુજીનું રાખ્યું છે. જેથી એમ કહી શકાય કે, બાપુજી ક્લિનિકની ચેઈન શરૂ થઈ છે. બાપુજીએ નાનપણથી જ સેવાના સંસ્કારોનું સિંચન કર્યું હોવાનું જણાવતાં ડો. હરિતે ઉમેર્યુ હતું કે, સાચી સેવા પોતાના કામથી જ કરવી જોઈએ એમ બાપુજી દરેકને કહેતા અને એ જ ધ્યેય સાથે બાપુજી ક્લિનિક ચાલે છે. જરૂરીયાત મંદ દર્દીઓની ટોકન લઈને સારવાર કરવામાં આવે છે. તો અમુક વખતે તો દર્દીઓની સ્થિતી જોઈને દવાનો ખર્ચ પણ બાપુજી ક્લિનિક ઉઠાવી લે છે.
3/5
ડો. હરિતે બાપુજીને યાદ કરી ભાવુક વદને જણાવ્યું હતું કે, બાપુજી(દેવશીભાઈ લાડાણી) ખૂબ જ સહ્રદયી હતાં. તેઓએ મારા ભણતરનો ભાર હળવો કરી નાખ્યો હતો. પોતે એગ્રીકલ્ચર ઓફિસર હતા અને નવસારીમાં નિવૃત થયા ત્યાં સુધી આર્થિક હોય કે માનસિક દરેક બાબતમાં સાથ આપતાં હતાં. કોઈ મુદ્દે અટવાયો હોય અને બાપુજી સાથે ચર્ચા કરૂં એટલે તરત જ નિવારણ આવી જાય. ડો. હરિત મૂળ જૂનાગઢના છાડવાવદરના વતની છે. પરંતુ પિતા કિરીટભાઈ સાથે વર્ષોથી સુરતમાં સ્થાયી થયા છે. તેમ છતાં ડો.હરિતે મોટાભાગનો અભ્યાસ હોસ્ટેલમાં રહીને કર્યો હતો. પરંતુ ડેન્ટલ તબીબ બનવા પાછળ ડો.હરિતે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરતાં આ દરમિયાન ઓર્થો ડોન્ટિસ્ટની ટ્રીટમેન્ટથી બહાર નીકળેલા દાંતને સીધા થયા જોયા અને ત્યારથી જ નક્કી કરી લીધુ હતું કે, હવે દાંતના ડોક્ટર જ બનવું.
4/5
સરથાણા જકાતનાકા નજીક રાઈઝ ઓન પ્લાઝામાં બીજા માળે બાપુજી ડેન્ટલ ક્લિનિક આવેલું છે. પહેલી નજરે જોતાં જ બાપુજી ડેન્ટલ ક્લિનિક નામ વાંચતા જ ક્યુરોસિટી ઉપજે કે, ક્લિનિકનું નામ બાપુજી જ કેમ? આ પ્રશ્નનો બહુ જ સરળતાથી જવાબ આપતાં ડો. હરિતે જણાવ્યું હતું કે, હું મારા બાપુજી(દાદા)નો બહુ લાડકો હતો. બાળપણથી જ તેમની છત્રછાયામાં ઉછેર થવાથી મને તેમના પ્રત્યુ ખૂબ લાગણી હતી. અને ભણીને ગણીને જ્યારે ડોક્ટર બન્યો તો અન્ય નામ કરતાં બાપુજી જ દીલમાં હોવાથી એ જ નામથી ક્લિનિકની શરૂઆત કરી દીધી.
5/5
સુરતઃ મહાત્મા ગાંધીજીની જન્મદિવસ એટલે કે, 2 ઓક્ટોબર 2016ના દિવસે કાપોદ્રા વિસ્તારમાં માસ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઢી લાખ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ માસ ચેકઅપમાં બાપુજી ક્લિનિકના ડો. હરિત લાડાણી અને તેમની મેડિકલ ટીમે પાંચ હજાર લોકોનું ચેકઅપ કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડેમાં નામ નોંધાવ્યું છે.