જવાહર ઉપાધ્યાયે સુરત કોંગ્રેસ પ્રમુખને લખેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેર કોંગ્રેસ સમિતિના માળખા બાબતે ચર્ચા કરવા માટે ત્રણથી ચાર વખત વિનંતી કરી હતી પરંતુ સુરત કોંગ્રસના પ્રમુખ તરફથી આ બાબતે કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે બાબુભાઈને ચર્ચા કરવા માટે સૂચના આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ જે માળખું જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ નિરાશા થાય તેવું માળખું છે.
4/5
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ 175 જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી ત્યાર બાદ કોંગ્રેસનાં જવાહર જૂથના મનાતા અને નવા માળખામાં જેમના હોદ્દા મળ્યાં છે તેમણે પોતાના રાજીનામાં આપી દીધાં છે.
5/5
સુરત શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતાંની સાથે જ નવી નિમણૂંકો સામે રોષ ફાટી નીકળ્યો છે. સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 15થી વધુ હોદ્દેદારોએ એકસાથે રાજીનામાં આપી દેતાં સુરત રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નવા માળખાની જાહેરાત સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.