સુરતઃ શહેરના સીંગણપોર વિસ્તારમાં મંદબુદ્ધીની યુવતી સાથે પાડોશી યુવકે શારીરિક સંબંધ બાંધવા જબરદસ્તી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. યુવતીએ પ્રતિકાર કરતાં યુવકે ગુપ્ત બાગે લાકડી ખોસી દીધી હોવાની ફરિયાદ તેની માતાએ કરી છે.
2/5
જોકે, હાલ ચોકબજાર પોલીસે યુવતીની માતાની ફરિયાદ લઈને પાડોશી યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે મેડિકલ રિપોર્ટ આવે પછી હકિકત સામે આવશે. બીજી તરફ પોલીસે પાડોશી યુવકના કોલ ડિટેઇલને આધારે લોકેશન તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે.
3/5
યુવતીની માતાની ફરિયાદને આધારે પોલીસે દિનેશ ભૂરિયાની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરતાં તેણે 24મીએ પરિવાર સાથે બહારગામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવતીનું સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. જોકે, પ્રાથમિક પરીક્ષણમાં યુવતીને આવી કોઈ ઇજા ન થઈ હોવાનું સામે આવ્યું હતું.
4/5
જોકે, યુવતી તેને તાબે થી નહોતી અને પ્રતિકાર કરવા લાગી હતી. જેને કારણે દિનેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ગુપ્ત ભાગમાં લાકડી નાંખી દીધી હતી અને પછી ભાગી ગયો હતો. દરમિયાન યુવતીને માતા સ્નાન કરવા લઈ ગઈ ત્યારે તેણે ગુપ્તાંગમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં તેની માતાને બળાત્કારનો મામલો લાગતાં તેમે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
5/5
આ અંગેની વિગતો એવી છે કે, સીંગણપોરની એક સોસાયટીમાં રહેતા દિનેશ ભુરિયા(ઉ.વ.30) ખાનગી પેઢીમાં નોકરી કરે છે. તેની પાડોશમાં 23 વર્ષીય મંદબુદ્ધીની યુવતી રહે છે. જેના ઘરમાં જઈ દિનેશે અડપલા કર્યા હતા અને પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.