શોધખોળ કરો
સુરત બાળકી રેપ-મર્ડર કેસ: આરોપી બાળકી અને તેની માતાને કેમ સુરત લાવ્યો હતો, જાણો વિગત
1/8

સુરત: સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી હર્ષસાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લવાયો છે. નરાધમ હર્ષસાંઈ રામરાજ ગુર્જર (રહે. સોમેશ્વર સોસાયટી, ભેસ્તાન, સુરત)ને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
2/8

લગભગ ત્રણેક દિવસ અગાઉ સુરત શહેર પોલીસના પાંડેસરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને આ પ્રકરણમાં મહત્વની હકીકત હાથ લાગી હતી. તે સમયે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીક્લ સર્વેલન્સની ત્રણ ટીમ પણ સુરત પોલીસ સાથે તપાસમાં જોડાઇ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પાસે રહેલા અત્યાધુનિક સાધનોએ પાંડેસરા પોલીસની હકીકતને નક્કર સ્વરૂપ આપ્યું હતું.
Published at : 21 Apr 2018 10:11 AM (IST)
View More





















