અમદાવાદઃ સુરતમાં પ્રેમી સાથે રંગરેલિયાં માણતાં ઝડપાઇ ગયા પછી બદનામ થવાના ડરે મોહિની કાપડીયા નામની યુવતીઅ આપઘાત કર્યો એ બનાવમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. મોહિની અગાઉ બે વાર પ્રેમી સાથે રંગે હાથ ઝડપાઈ હતી અને બંને વાર તેણે ખોટા વાયદા કરીને માફી માગી લીધી હતી.
2/5
મોહિની ચોરીછૂપીથી પ્રેમીને મળતી હતી અને તેની સાથે રંગરેલિયાં મનાવતી હતી એવી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. મોહિનીના પતિ તથા સસરા કામ પર જતા રહે અને દીકરો સ્કૂલે જતો રહે પછી તેનો પ્રેમી પહોંચી જતો અને મોહિનાના જ ઘરમાં બિન્દાસ કામલીલા ચાલતી.
3/5
ધર્મેશ પણ એક સંતાનનો પિતા છે. તેને પણ તેના પરિવારે મોહિનીથી દૂર રહેવા કહ્યું હતું છતાં તે પણ મોહિનીને મળતો હતો. મોહિની સાથે રંગે હાથ ઝડપાયો પછી તે ભાગી ગયો હતો. આ ઘટનાના ત્રણ દિવસ પછી પણ તે ફરાર છે અને પોલીસના હાથે ઝડપાયો નથી.
4/5
પ્રેમી સાથે પકડાયેલી મોહિનીને તેની માતાએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હવે પછી તે પ્રેમી સાથે સંબંધ રાખશે તો પિયરમાં પગ નહિં મૂકવા દઉં. પોલીસ તપાસમાં બહાર આવ્યું છેકે અગાઉ બે વાર મોહિની ધર્મેશ સાથે ઝડપાઇ હતી ત્યારે પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું.
5/5
મોહિનીના સાસરિયાં સાથે સમાધાન વેળાએ મોહીનીને તેની માતાએ સ્પષ્ટ કહ્યું હતું કે હવે પછી પ્રેમી સાથે સંબંધ રાખીશ તો તારા માટે પિયરના દરવાજા હંમેશાં માટે બંધ થઇ જશે. જો કે વાસનામાં અંધ મોહિનીએ માતાની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હતી.