લિંબાયત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાયરલ થયેલ વીડિયો અને ગુનો બન્યો તે જગ્યા એક નથી. વીડિયો કદાચ જૂનો હોય શકે છે કારણ કે ગુનો સોમવારે રાત્રે બનેલો છે જ્યારે વીડિયો દિવસ દરમિયાનનો વાયરલ થયો છે. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
5/6
કિન્નરોના હાથે માર ખાનાર હિન્દી ભાષી યુવકનો મિત્ર દલાલીનું કામ કરતો હતો. યુવકને ચપ્પલ, તમાચા અને ગડદાપાટુનો માર કિન્નરોએ માર્યો હતો.
6/6
સુરતઃ ગોડાદરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં કિન્નરોએ એક યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. યુવકના મિત્રએ કિન્નરો પાસેથી રૂપિયા લીધા હતાં. રૂપિયા લઈને યુવકનો મિત્ર ભાગી ગયો હતો. ત્યાર બાદ કિન્નરોના હાથમાં નાસી જનારનો મિત્ર પકડાઈ ગયો હતો. જેથી તેને જાહેરમાં માર મારીને તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં.