સુરતઃ શહેરના કોસંબા વિસ્તારમાં મોટી બહેનનો ફોટો મોર્ફ કરી બ્લેકમેલ કરતાં યુવકને યુવતીના ભાઈએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે બ્લેકમેલ કરતાં મિત્રની હત્યા કરી લાશ કીમ નદીમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસે કોલ ડિટેઇલને આધારે તપાસ કરતાં આરોપીને પકડી પાડ્યો છે.
2/6
આ અંગેની વિગત એવી છે કે, કીમ પાસેના અણીતા ગામમાં રહેતા નયનગીરી ગોસ્વામી અને મોનાર્ક સાથે અભ્યાસ કરે છે. ત્યારે નયને મોનાર્કની મોટી બહેનનો ફોટો મોર્ફ કરી વીડિયો બનાવ્યો હતો. જેના આધારે તે મોનાર્કને બ્લેકમેલ કરતો હતો અને પૈસા પડાવતો હતો.
3/6
4/6
આ પછી 20 સપ્ટેમ્બરે નયનની લાશ કીમ નદીમાંથી મળી આવતાં પોલીસે તપાસ કરતાં સમગ્ર હકિકત સામે આવી હતી. પોલીસે તપાસ કરતાં નયનનું મોપેડે અને તેમાંથી તેનો મોબાઇલ પણ મળી આવ્યો હતો. મોબાઇલની કોલ ડિટેઇલ ચેક કરતાં સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી મોનાર્કની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
5/6
અહીં બંને વચ્ચે ઝપાઝપી થતાં નયનના ગળાના ભાગે છરી વાગી ગઈ હતી. આ પછી આવેશમાં આવી ગયેલા મોનાર્કે નયને ચપ્પના ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ નયનના મૃતદેહને કીમ નદીમાં ફેંકી નયનનું મોપેડ, મોબાઈલ અને બેગ લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને મોપેડને સ્વસ્તિક રેસિડેન્સી પાસે મોપેડને બિનવારસી મૂકી મોનાર્ક પોતાના ઘરે ચાલતો પહોંચી ગયો હતો.
6/6
ગત 19મી સપ્ટેમ્બરે સવારે નયને મોનાર્કને ફોન કરી બોલાવ્યો હતો. મોનાર્ક તપોવન સ્કૂલ પાસે મળવા આવતાં નયને રૂપિયાની માંગણી કરી હતી. જોકે, મોનાર્ક પાસે પૈસા ન હોય નયને કોલેજ પર આંટો મારી આવીએ તેમ જણાવ્યું હતુ. અહીંથી તો કીમ નદીના કિનારે આવ્યા હતાં અને નયન થોડે દૂર પોતાની સાથે લાવેલો દારૂ પીવા ગયો હતો. દારૂના નશામાં નયને ચપ્પુ કાઢીને મોનાર્કને પૈસા બાબતે ધમકાવ્યો હતો.