હિતેશ અને રાજેશ બન્નેએ ભાગે મળીને મહિલાને અલગ અલગ જગ્યાએ બોલાવતાં હતા અને ધમકી આપીને અંદાજે 20 વાર તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે છેલ્લા 10 મહિનાથી સતત દુષ્કર્મનો ભોગ બની રહેલી મહિલાએ હિતેશ અને રાજેશ સામે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની પોલીસ તપાસ શરૂ કરી છે.
2/4
અંગત પળોના ફોટા પાડી લીધા હતા અને વીડિયો બનાવી લીધાં હતાં ત્યાર બાદ હિતેશે મહિલાને તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી આપીને પોતાના મિત્ર રાજેશ સીરાલે સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
3/4
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે, સગરામપુરા ખાતે રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં આવેલા વિઠ્ઠલપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ અલ્કરીએ તેના પરિવારની એક પરિણીત મહિલાને પ્રેમમાં ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં.
4/4
સુરત: સગરામપુરાના બે લોકોએ પોતાના જ પરિવારની એક પરિણીત મહિલા સાથે સંબંધ કેળવીને અંગત પળના ફોટા અને વીડિયો બનાવી લીધા બાદ તેને આધાર મહિલાને બ્લેકમેઈલ કરીને તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી આપીને અલગ-અલગ જગ્યાએ બોલાવીને આશરે 20 વાર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે ભોગ બનનાર મહિલાએ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.