શોધખોળ કરો
ભાજપની બે મહિલા નેતાઓને ગઠિયો કઈ રીતે 10 લાખ રૂપિયાનો ચૂનો લગાડી ગયો, જાણો વિગત
1/5

છેતરપિંડીનો ભોગ બનતાં ડિપોઝીટ પરત લેવા માટે વડોદરા રહેતા બિરેન ઠાકોરના ઘરે પણ અનેકવાર મહિલાઓ ગઈ હતી. પરંતુ હાલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ બિરેન ઠાકોરે ડિપોઝીટ પેટેના નાણાં પરત નહીં કરતાં કોર્પોરેટર મંજુલાબેન પટેલે વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
2/5

વરાછા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના લંબેહનુમાન રોડ ભોળાનગર ખાતે રહેતા મહિલા કોર્પોરેટર મંજુલાબેન પટેલ વર્ષોથી સામાજીક સેવા પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. મહિલાઓને રોજગારી અર્થે સિલાઈ, મશીન, ગરીબ બાળકોને નોટબુક વિતરણ જેવી મદદ કરે છે.
3/5

સુરતના લંબેહનુમાન રોડ ખાતે રહેતી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પટેલ, શહેર ભાજપના મંત્રી કોમલ પટેલ અને અરૂણાબેન રમેશભાઈ પટેલ પાસેથી ડિપોઝીટ પેટે કુલ 10,15,000ની રકમ બિરેન ઠાકોરે લીધી હતી. કોઈ કારણોસર પશુપાલન હેઠળનો આ પ્રોજેક્ટ રદ થતાં ડિપોઝીટની રકમ પાછી આપવામાં આનાકાની કરી હતી.
4/5

આ સેવાકીય પ્રવૃતિ હેઠળ ગત 2011 દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફરજ બજાવતા બિરેન ઠાકોરના સંપર્કમાં આવ્યા હતાં. જેમાં બિરેન ઠાકોર પશુપાલન વિભાગ દ્વારા મહિલાઓને રોજીરોટી મળશે એવા હેતુસર ભેંસના તબેલાનો પ્રોજેક્ટ મેળવી આપશે એવી લાલચ આપી હતી.
5/5

સુરત: સુરતના લંબેહનુમાન રોડ વિસ્તારમાં રહેતી અને સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ત્રણ મહિલાઓને પશુપાલન વિભાગ દ્વારા ભેંસનો તબેલો સરકાર હસ્તકના પ્રોજેક્ટ હેઠળ મેળવી આપવાની લાલચ આપીને વડોદરા રહેતાં નિવૃત્ત સરકારી અધિકારીએ રૂપિયા 10.15 લાખની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળેલ છે. આ છેતરપિંડીમાં શહેર ભાજપની મંત્રી કોમલ પટેલ અને વરાછાની મહિલા કોર્પોરેટર મંજુલાબેન દુધાત પણ ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
Published at : 14 May 2018 12:08 PM (IST)
View More





















