સુરતઃ વરાછામાં પ્રવિણ તોગડીયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ લોકોની હત્યાના કેસમાં આરોપી ગણેશ ગોયાણીનું લાજપોર જેલમાં મોત થતાં આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં ગણેશ ગોયાણીના પુત્ર ગોલ્ડન અને કોમલની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તેમને પિતાની અંતિમવિધિ કરવા માટે ત્રણ દિવસના જામીન અપાયા છે. આ મર્ડરમાં સંડોવાયેલી કોમલ ગોયાણી લેડી ડોન તરીકે ઓળખાય છે.
2/4
થોડા સમયમાં જ જમીનની આંટૂઘુંટી જાણ ગઇ હતી. દરમિયાન તે કામરેજ મામલતદાર કચેરીના એક ઉચ્ચ અધિકારની ખાસ વ્યક્તિ બની ગઇ હતી. તે જેન ભલામણ કરતી હતી તેના કામ ગણતરીના દિવસોમાં જ મામલતદાર દ્ધારા કરી આપવામાં આવતા હતા.
3/4
સૂત્રોના કહેવા પ્રમાણે, બગસરાની આ વિવાદીત જમીન પૂર્ણ થયેલા કામ સંદર્ભે નક્કી થયેલી રકમ આપવામાં આનાકાની કરતા હત્યાઓ કરવામાં આવી હતી. કોમલ મામલતદાર કચેરીમાં તે સર્કલ ઓફિસરના ક્લાર્ક તરીકે નોકરી કરતી હતી.
4/4
પ્રવિણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી કોમલ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 'લેડી ડોન'ના નામે જાણીતી બની ગઈ છે. કોમલ કામરેજ મામલતદાર કચેરીમાં હંગામી ધોરણે કામ કરતી હતી. વરાછાના એ.કે. રોડ પર આવેલા મોદી મહોલ્લામાં ખૂની ખેલ ખેલાયો હતો. આ ખૂની ખેલ બગસરાની 50 લાખની જમીન મુદ્દે ખેલાયો હતો.