શોધખોળ કરો
Advertisement
નવા વર્ષે 100 અબજ વ્હોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યા, ભારતનો આંકડો જાણીને ચોંકી જશો
આ પહેલા ક્યારેય આટલી મોટી સંખ્યામાં વ્હોટ્સએપ મેસેજ મોકલવામાં નથી આપ્યા માટે આ આંકડો એક રેકોર્ડ બની ગોય છે.
નવી દિલ્હીઃ નવા વર્ષના અવસર પર લોકોએ એક બીજાને ભેટ અને શુભેચ્છાઓ પાઠવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે વ્હોટ્સએપ પર આ આંકડો 100 અબજ રહ્યો છે. હાં, 31 ડિસેમ્બરથી એક જાન્યુઆરીની વચ્ચે સમગ્ર વિશ્વમાં 100 અબજ વ્હોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યા.
આ પહેલા ક્યારેય આટલી મોટી સંખ્યામાં વ્હોટ્સએપ મેસેજ મોકલવામાં નથી આપ્યા માટે આ આંકડો એક રેકોર્ડ બની ગયા છે. તમને જણાવીએકે, ભારતમાં 40 કરોડથી વદારે લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે.
આમ તો લોકોએ અન્ય પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો હશે. લોકો વ્હોટ્સએપ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ સહિત અનેક સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ શુભેચ્છા પાઠવવા માટે કરતા હોય છે. પરંતુ આ વર્ષે નવા વર્ષ પર જે રેકોર્ડ વ્હોટ્સએપે બનાવ્યો છે ચોંકાવનારો છે.
જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર 20 અબજ મેસેજ તો માત્ર ભારતમાં જ મોકલવામાં આવ્યા. 12 અબજ ઇમેજ લોકોએ એક બીજાને મોકલી. કંપનીનો દાવો છે કે જેણે મેસેજ મોકલ્યો છે અને જેને મોકલવામાં આવ્યો છે એ બન્ને સિવાય કંપની પણ આ મેસેજને નથી વાંચી શકતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement