5g Network : શહેરમાં રહેતા હોવા છતાંયે આ લોકોને નહીં મળે 5G નેટવર્કની સુવિધા, જાણો કેમ?
ઉદ્યોગ નિષ્ણાતોના મતે એરપોર્ટની નજીક રહેતા લોકોને જુદી જુદી ડિવાઈસિસ પર 5Gનો ઉપયોગી બને તેવી શક્યતા ખુબ જ ઓછી છે.
5G In India: ભારતમાં ઓક્ટોબર 2022માં 5Gની રજૂઆત કરી દેવામાં આવી છે. 5G નેટવર્ક 4G અને 3G કરતાં વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ઘણા શહેરોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે અને ઘણા શહેરોમાં શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. લાખો લોકોને ફાસ્ટ સ્ટ્રીમિંગ, ગેમિંગ અને 5G સાથે કામ કરવાનો અનુભવ કરશે પરંતુ આ લાખો લોકોમાં કદાચ એરપોર્ટની નજીક રહેતા લોકોનો સમાવેશ નહીં થાય.
ઉદ્યોગ નિષ્ણાતોના મતે એરપોર્ટની નજીક રહેતા લોકોને જુદી જુદી ડિવાઈસિસ પર 5Gનો ઉપયોગી બને તેવી શક્યતા ખુબ જ ઓછી છે. આ સંખ્યા લાખોમાં હોઈ શકે છે. પણ આમ થવાનું કારણ શું. જાણો શું છે આખો મામલો?
શું સમસ્યા છે?
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ તાજેતરમાં ટેલિકોમ પ્રોવાઈડર કંપને ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોનને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ તાત્કાલિક અસરથી ભારતીય એરપોર્ટની 2.1 કિલોમીટરની રેન્જમાં સી-બેન્ડ 5જી બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા જોઈએ નહીં, કારણ કે સી-બેન્ડ 5જી એરક્રાફ્ટના રેડિયો (રડાર) અલ્ટિમીટરમાં સમસ્યા ઊભી કરી શકે છે. ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન અને પહાડોમાં થતી દુર્ઘટનાઓ ટાળવા માટે, પાઇલોટ સંપૂર્ણપણે રેડિયો (રડાર) અલ્ટીમીટર પર આધાર રાખે છે. DoT પત્રમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs)ને સલાહ આપવામાં આવી છે કે, રનવેના બંને છેડાથી 2,100 મીટરના અને ભારતીય એરપોર્ટ્સના રનવેની મધ્ય રેખાથી 910 મીટર વિસ્તારમાં 3,300-3,670 MHzમાં કોઈ 5G/IMT બેઝ સ્ટેશન ના બનાવવું
આ એરપોર્ટ પર 5G બેઝ સ્ટેશન
એરટેલે નાગપુર, બેંગલુરુ, નવી દિલ્હી, ગુવાહાટી અને પુણેના એરપોર્ટ પર 5G બેઝ સ્ટેશન સ્થાપ્યા છે, જ્યારે Jioએ દિલ્હી-NCR પ્રદેશમાં 5G બેઝ સ્ટેશન સ્થાપ્યા છે. આ નવો નિયમ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી DGCA તમામ એરક્રાફ્ટના રેડિયો અલ્ટિમીટર ફિલ્ટર બદલવાની ખાતરી ન આપે. તમારી જાણકારી ખાતર કે જેવું દુનિયાભરમાં હાઇ-સ્પીડ 5G વાયરલેસ નેટવર્ક શરૂ થતાંની સાથે જ યુ.એસ.માં પાઇલોટ્સને પણ એરક્રાફ્ટના રેડિયો (રડાર) અલ્ટિમીટરમાં વારંવાર સમસ્યાઓ ધ્યાને આવી હતી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી.
Phone Use : મોબાઈલ ફોન ફુલ બ્રાઈટનેસ રાખનારાઓ સાવધાન!!! આંખોની સાથો સાથ થશે આ નુકશાન
આજના સમયમાં મોબાઈલ ફોન સામાન્ય માનવીનું અભિન્ન અંગ બની ગયું છે. લોકો મોબાઈલ વિના એક પળ પણ રહી નથી શકતા. સવારે જાગવાથી લઈને રાત્રે સુવા સુધી મોબાઈલ ફોન એ લોકોની સાથે જ હોય છે. જોકે ફોન પણ એનક કામની ગરજ સારે છે. આ એક એવુ ગેઝેટ છે જેના કારણે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જાય છે. મોબાઈલ ફોનને સ્માર્ટ અને મીની કમ્પ્યુટર પણ કહી શકાય. પરંતુ તેનો ઉપયોગ પણ ઘણો મહત્વનો છે.
મોબાઈલ ફોનની લાઈટ એટલે કે બ્રાઈટનેશ કેટલી રાખવી કે કેટલી નહીં તે જાણવુ ખુબ જ જરૂરી છે. કારણ કે તેનાથી તમારી આંખોને પણ નુંકશાન થઈ શકે છે. જો તમે પણ તમારા ફોનની બ્રાઈટનેસ સંપૂર્ણ રાખો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. અહીં તેના ગેરફાયદા વિશે જણાવ્યું છે.