શોધખોળ કરો

5G Service: દેશમાં કેટલા લોકો 5G પર સ્વિચ કરવા માંગે છે, અહીં ડિટેલ્સ........

Ookla કન્ઝ્યૂમર સર્વે અનુસાર, 89% લોકોએ પોતાના નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવાનો ઇરાદો કર્યો છે. જ્યારે માત્ર 2% લોકો આવુ નથી કરવા માંગતા.

5G Service: નેટવર્ક ઇન્ટેલિજન્સ કંપની Ooklaએ ટેલિકૉમ કંપનીના 2023 ના એક્સપેક્ટેડ ટ્રેન્ડ્સનું એક લિસ્ટ તૈયાર કર્યુ. Ookla પોતાની ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ સર્વિસ માટે જાણીતી છે. પોતાના રિપોર્ટમાં કંપનીએ ફાસ્ટ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ અને 5Gને રૉલઆઉટ વધારવાની ભવિષ્યવાણી કરી છે. Ookla ની સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સ ડેટા પાસેથી એ વાત સામે આવી છે કે, ભારતમાં મોબાઇલ ડેટા સ્પીડ છેલ્લા 12 મહિનામાં વધી છે. ડેટા બતાવે છે કે, નવેમ્બર, 2022 માં એવેરેજ ડાઉનલૉડ સ્પીડ 18.26 એમબીપીએસ હતી, અને નવેમ્બર, 2021 માં 14.39 એમબીપીએસ હતી, આ ઉપરાંત ભારત સ્પીડટેસ્ટ ગ્લૉબલ રેન્કિંગમાં સાત લેવલ ચઢીને નવેમ્બર 2021 માં 112માં સ્થાનથી નવેમ્બર 2022 માં 105માં સ્થાન પર પહોંચી ચૂક્યા છે. 

આટલા લોકો 5જીમાં કરવા માંગે છે અપગ્રેડ -
Ookla કન્ઝ્યૂમર સર્વે અનુસાર, 89% લોકોએ પોતાના નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવાનો ઇરાદો કર્યો છે. જ્યારે માત્ર 2% લોકો આવુ નથી કરવા માંગતા. આ ઉપરાંત સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સના ડેટાથી જાણવા મળ્યુ છે કે, 5જી ડાઉનલૉડ સ્પીડની એક વાઇડ રેન્જ છે, જે 16.27 એમબીપીએસથી લઇને 809.95 એમબીપીએસ સુધીની છે. Ookla ના અનુસાર, જેમ કે નેટવર્ક કૉમર્શિયલ સ્ટેજમાં આવશે, આ સ્પીડ વધુ સ્ટેબલ થઇ જશે. 

આટલા શહેરોમાં પહોંચ્યુ 5G - 
ટેલિકૉમ ઓપરેટર્સ 5G સ્પેક્ટ્રમ હરાજી બાદ 5G સેવાઓને રૉલઆઉટ કરવામાં જોરશોરથી લાગી છે. Ookla ના 5G કવરેજ મેપ અનુસાર, Jio એ 5G નેટવર્કને 20 જગ્યાઓ પર શરૂ કરી દીધુ છે. વળી, એરટેલ (Airtel) ની સેવા 15 સ્થાનો પર ઉપલબ્ધ છે. 

5g Network : શહેરમાં રહેતા હોવા છતાંયે આ લોકોને નહીં મળે 5G નેટવર્કની સુવિધા, જાણો કેમ?

5G In India: ભારતમાં ઓક્ટોબર 2022માં 5Gની રજૂઆત કરી દેવામાં આવી છે. 5G નેટવર્ક 4G અને 3G કરતાં વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ઘણા શહેરોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે અને ઘણા શહેરોમાં શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. લાખો લોકોને ફાસ્ટ સ્ટ્રીમિંગ, ગેમિંગ અને 5G સાથે કામ કરવાનો અનુભવ કરશે પરંતુ આ લાખો લોકોમાં કદાચ એરપોર્ટની નજીક રહેતા લોકોનો સમાવેશ નહીં થાય. 

ઉદ્યોગ નિષ્ણાતોના મતે એરપોર્ટની નજીક રહેતા લોકોને જુદી જુદી ડિવાઈસિસ પર 5Gનો ઉપયોગી બને તેવી શક્યતા ખુબ જ ઓછી છે.  આ સંખ્યા લાખોમાં હોઈ શકે છે. પણ આમ થવાનું કારણ શું. જાણો શું છે આખો મામલો?

શું સમસ્યા છે?

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ તાજેતરમાં ટેલિકોમ પ્રોવાઈડર કંપને ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોનને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ તાત્કાલિક અસરથી ભારતીય એરપોર્ટની 2.1 કિલોમીટરની રેન્જમાં સી-બેન્ડ 5જી બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા જોઈએ નહીં, કારણ કે સી-બેન્ડ 5જી એરક્રાફ્ટના રેડિયો (રડાર) અલ્ટિમીટરમાં સમસ્યા ઊભી કરી શકે છે. ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન અને પહાડોમાં થતી દુર્ઘટનાઓ ટાળવા માટે, પાઇલોટ સંપૂર્ણપણે રેડિયો (રડાર) અલ્ટીમીટર પર આધાર રાખે છે. DoT પત્રમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs)ને સલાહ આપવામાં આવી છે કે, રનવેના બંને છેડાથી 2,100 મીટરના અને ભારતીય એરપોર્ટ્સના રનવેની મધ્ય રેખાથી 910 મીટર વિસ્તારમાં 3,300-3,670 MHzમાં કોઈ 5G/IMT બેઝ સ્ટેશન ના બનાવવું

આ એરપોર્ટ પર 5G બેઝ સ્ટેશન

એરટેલે નાગપુર, બેંગલુરુ, નવી દિલ્હી, ગુવાહાટી અને પુણેના એરપોર્ટ પર 5G બેઝ સ્ટેશન સ્થાપ્યા છે, જ્યારે Jioએ દિલ્હી-NCR પ્રદેશમાં 5G બેઝ સ્ટેશન સ્થાપ્યા છે. આ નવો નિયમ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી DGCA તમામ એરક્રાફ્ટના રેડિયો અલ્ટિમીટર ફિલ્ટર બદલવાની ખાતરી ન આપે. તમારી જાણકારી ખાતર કે જેવું દુનિયાભરમાં હાઇ-સ્પીડ 5G વાયરલેસ નેટવર્ક શરૂ થતાંની સાથે જ યુ.એસ.માં પાઇલોટ્સને પણ એરક્રાફ્ટના રેડિયો (રડાર) અલ્ટિમીટરમાં વારંવાર સમસ્યાઓ ધ્યાને આવી હતી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget