શોધખોળ કરો
સ્માર્ટ TV ખરીદવા પર મળી રહ્યું છે 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ખાસ ઓફર્સ વિશે
અલગ અલગ કંપનીઓ સ્માર્ટ TV ખરીદવા પર ખાસ ઓફર્સ પણ આપી રહી છે. જેમાં મોટોરોલા, સેમસંગ, માઈક્રમેક્સ, થોમસન, રિયલમી અને શાઓમીની સ્માર્ટ ટીવી સામેલ છે.
![સ્માર્ટ TV ખરીદવા પર મળી રહ્યું છે 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ખાસ ઓફર્સ વિશે 65 percent discount on buying smart tv know special offers સ્માર્ટ TV ખરીદવા પર મળી રહ્યું છે 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ખાસ ઓફર્સ વિશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07015248/smart-tv-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર હાલમાં TV Days Sale ચાલી રહ્યો છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર ટીવી ખરીદવા પર 65 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. તે સિવાય અલગ અલગ કંપનીઓ ખાસ ઓફર્સ પણ આપી રહી છે. જેમાં મોટોરોલા, સેમસંગ, માઈક્રમેક્સ, થોમસન, રિયલમી અને શાઓમીની સ્માર્ટ ટીવી સામેલ છે.
આ સેલ 6 જાન્યુઆરીથી શરુ થઈ ગયો છે. અનેક કંપનીઓ પોતાની બ્રાન્ડ્સ પર ડિસ્કાઉન્ટની સાથે ગિફ્ટ ઓફર્સ પણ કરી રહી છે. ત્યારે જાણો સેલમાં મળતી ટીવી અને ટોપ ડીલ્સ શું છે.
સેમસંગની સ્માર્ટ ટીવી પર છૂટ
સેમસંગે 55 ઈંચ અને તેનાથી ઉપરના પ્રીમિયમ ટેલીવિઝન સીરિઝ પર અનેક ઓફર્સની જાહેરાત કરી છે. સેમસંગ બિગ ટીવી ડેઝ સેલમાં 55, 65, 75, 82 અને 85 ઈંચની ટીવી ખરીદવા પર 20 ટકા સુધી કેશબેક, એક્સટેન્ડેડ વોરંટી અને 1990 રૂપિયાના ઈએમઆઈનો ફાયદો મળશે.
જ્યારે 65 ઈંચના ક્યૂલેડ ટીવી અને 75 ઈંચની ક્રિસ્ટલ 4K UHD ટીવી સાથે સેમસંગ ગેલેક્સી A51 સ્માર્ટફોનની ઓફર છે. આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે. જ્યારે ક્યૂલેડ ટીવીના 55 ઈંચ અને 65 ઇંચના ક્રિસ્ટ 4K UHD ટીવી પર ગેલેક્સી A31 સ્માર્ટફઓન ગિફ્ટમાં મળશે. આ ફોનની કિંમત 18,999 રૂપિયા છે.
Motorola Smart TV
મોટોરોલાની ZX HD Ready સ્માર્ટ ટીવી ખરીદવા પર 33 ટકા સુધી ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ એન્ડ્રોઈડ ટીવીને તમે 14,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ટીવી 32 ઈંચ સ્ક્રીન સાઈઝ સાથે આવે છે. ઓફર્સની વાત કરીએ તો તેના પર 500 રૂપિયાનું અલગથી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Axis bank કાર્ડ યૂઝર્સને 5 ટકા કેશબેક ઓફર પણ મળી રહી છે. કંપની 11,000 રૂપિયાની એક્સચેન્સ ઓફર પણ આપી રહી છે. આ સ્માર્ટ ટીવી HD+ ડિસ્પ્લે પેનલ સાથે આવે છે જેનું રિઝોલ્યૂશન 1366 x 768 પિક્સલ છે.
Micromax HD Ready Smart TV
માઈક્રોમેક્સની 32 ઈંચવાળી HD Ready સ્માર્ટ ટીવી પર 48 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે સિવાય 5 ટકા કેશબેક ઓફર પણ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટ ટીવીને 14,999 રૂપિયામાં ખરીદી શકાશે. તે સિવાય આ ટીવી પર તમે 2,417 રૂપિયાની ઈએમઆઈ પર ખરીદી કરી શકો છો. ટીવીના ફિચર્સની વાત કરીએ તો ટીવી 1366 x 768 પિક્સલ રિઝોલ્યૂશન અને 20W આઉટપૂટ સાઉન્ડ સાથે મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)