શું છે AI DeepFake ? આનાથી બનેલો રશ્મિકા મંદાનાનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, કઇ રીતે બચશો ?
ડીપફેક એ એક પ્રકારનું સિન્થેટીક મીડિયા છે જેમાં AIનો ઉપયોગ કરીને અત્યારના ફોટા અથવા વીડિયોમાંની વ્યક્તિ અન્ય કોઈના ફોટા સાથે બદલવામાં આવે છે
AI DeepFake: માર્કેટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા પછી લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. લોકો આ ટૂલ્સનો દુરુપયોગ કરી રહ્યા છે જે ખાસ કરીને ફેસિલિટી માટે બનાવવામાં આવ્યુ છે. આ દરમિયાન ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં સોશ્યલ મીડિયા પર 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ખરેખરમાં, આ વીડિયો ડીપફેકની મદદથી બનાવવામાં આવ્યો છે અને અભિનેત્રીનો ચહેરો કોઈ બીજાના વીડિયો પર લગાવવામાં આવ્યો છે.
શું છે Deepfake ?
ડીપફેક એ એક પ્રકારનું સિન્થેટીક મીડિયા છે જેમાં AIનો ઉપયોગ કરીને અત્યારના ફોટા અથવા વીડિયોમાંની વ્યક્તિ અન્ય કોઈના ફોટા સાથે બદલવામાં આવે છે. AIની ક્ષમતાને કારણે સામાન્ય નાગરિક માટે ફેક વીડિયોને ઓળખવો મુશ્કેલ બની જાય છે અને તે સરળતાથી જાળમાં ફસાઈ શકે છે.
અમિતાભ બચ્ચને કર્યુ એલર્ટ
ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી લિફ્ટની અંદર આવતી જોવા મળી રહી છે જેમાં તે બૉલ્ડ અંદાજમાં બતાવવામાં આવી છે. જોકે આ વીડિયોની સત્યતા એ છે કે આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ ઝારા પટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યો હતો. ઝારા પટેલના શરીરનો ઉપયોગ કરીને ડીપફેકની મદદથી આ વીડિયોમાં રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઇમ્પૉઝ કરવામાં આવ્યો છે.
જ્યારે તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો વીડિયોમાં ઝારા પટેલ લિફ્ટમાં પ્રવેશતાની સાથે જ તેનો ચહેરો એક્ટ્રેસ રશ્મિકા મંદાનામાં બદલાઈ રહ્યો છે, જે જણાવે છે કે વીડિયો ફેક છે અને તેને AI ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ બૉલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચને આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ એક મજબૂત કાનૂની કેસ છે અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
કઇ રીતે બચશો ?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા બાદથી લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારી સાથે આવું કંઈ ના થાય, તેથી સોશ્યલ મીડિયા પર તમારા અંગત ફોટા અને વીડિયો અપલૉડ કરવાનું ટાળો કારણ કે તે ખોટી રીતે એડિટ કરવામાં આવી રહ્યા છે. જો શક્ય હોય તો તમારી પ્રૉફાઇલ ખાનગી રાખો અને તમારા સોશ્યલ મીડિયા પર ન્યૂનતમ માહિતી પૉસ્ટ કરો.