શોધખોળ કરો

Spyware Apps: તમારા મોબાઇલમાં હોય આ 4 'વાયરસ વાળી એપ્સ', તો ફટાફટ કરી દો ડિલીટ, નહીં તો.....

Google Play Store પર ડેટા ચોરી કરનારી એપ્સ પકડાતી રહે છે, તાજેતરમાં જ 'Android/Trojan, HiddenAds, BTGTHB' નામની એક એન્ડ્રોઇડ ટ્રૉઝન (Spyware) મળ્યુ છે,

Spyware Apps in Mobile: ટેકનોલૉજી જેટલી સગવડભરી છે, એટલી જ ખતરનાક પણ થઇ શકે છે. તાજેતરમાં જ ગૂગલ પ્લે સ્ટૉર પરથી એવી એપ્લિકેશન મળી છે. જે મોબાઇલમાંથી ડેટા ચોરી કરી રહી છે. આ ના માત્ર મોબાઇલ યૂઝર્સની સાથે છેતરપિંડી કરી રહી છે, પરંતુ સાથે સાથે સાયબર ક્રાઇમની ઘટનાઓને પણ અંજામ આપી રહી છે.

સંશોધન કર્તાઓ અનુસાર, Google Play Store પર ડેટા ચોરી કરનારી એપ્સ પકડાતી રહે છે, તાજેતરમાં જ 'Android/Trojan, HiddenAds, BTGTHB' નામની એક એન્ડ્રોઇડ ટ્રૉઝન (Spyware) મળ્યુ છે, જે ડેટા ચોરી કરીને તેને બહાર મોકલતુ રહે છે, આ પ્લે સ્ટૉર પર ઓછી સંખ્યામાં હોવા છતાં એક મિલિયનથી વધુ લોકોના મોબાઇલમાં ડાઉનલૉડ કરવામાં આવી ચૂક્યુ છે. પ્લે સ્ટૉર પર અવેલેબલ આ એપ 'મોબાઇલ એપ્સ ગૃપ' નામથી એક જ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલુ છે. 

ડેટા ચોરી કરતી એપ્સ -
શોધકર્તાઓ અનુસાર, આ એપ્લિકેશન્સ (Bluetooth Auto Connect Driver: Bluetooth, Wi-Fi, USB Bluetooth App Sender Mobile Transfer: Smart Switch) મોબાઇલમાં ડાઉનલૉડ કર્યા બાદ તરત જ ડેટા ચોરી નથી કરતી, પરંતુ થોડોક સમય બાદ આ એપ્સ પોતાનુ કામ કરવાનુ શરૂ કરી દે છે, અને તમારા મોબાઇલમાં અવેલેબલ Google Chrome વેબ બ્રાઉઝરમા ફિશિંગ સાઇટને ઓપન કરીને ડેટામાં ગાબડુ પાડતી રહે છે. આ રીતે સતત ડેટા ચોરી થતો રહે છે.

શોધકર્તાઓએ પોતાના બ્લૉગ પૉસ્ટમાં ચેતાવણી આપતા બતાવ્યુ કે, ફિશિંગ સાઇટ્સની કન્ટેન્ટ અગગ અલગ હોય છે, આમાં કેટલીક સાઇટ્સ હાર્મલેસ હોય છે, જેનો ઉપયોગ માત્ર ચૂકવણી માટે કરવામાં આવે છે. પરંતુ મોટાભાગે ફિશિંગ સાઇટ્સ યૂઝર્સ માટે ખતરનાક હોય છે. આમાં સાવધાન રહેવાની જરૂર છે. 

મોબાઇલમાંથી તરત જ કરો ડિલીટ - 
પોતાના મોબાઇલને ચેક કરો, અને તમને આ ચારેય એપ્સમાંથી કોઇ એપ્સ મોબાઇલમાં ઇન્સ્ટૉલ દેખાય તો, તરત જ તમારા ફોનમાંથી આ એપ્સને હટાવી દો, એટલે કે અનઇન્સ્ટૉલ કરી દો. જેથી તમારા મોબાઇલનો ડેટા સુરક્ષિત રહે, અને તમે સાયબર ક્રાઇમ જેવી કોઇ ઘટનાઓનો શિકાર થતા બચો.

WhatsApp: આ છે વૉટ્સએપની સ્માર્ટ ટ્રિક્સ, તમે વાંચી શકો છો WhatsApp પરથી ડિલીટ થયેલા મેસેજ પણ........

Smart Tricks for WhatsApp: યૂઝર્સની સૌથી વધુ મનપસંદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ વધુને વધુ યૂઝર ફ્રેન્ડલી બની રહી છે, કંપની એક પછી એક સારા સારા ફિચર્સ અપડેટ કરી રહી છે. આ જ કારણ છે કે વૉટ્સએપને લોકો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ ઘણીવાર વૉટ્સએપ પર મેસેજ ડિલીટ થઇ જાય અને કામનો હોય તો પરેશાન થઇ જવાય છે, જો તમે આવા ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચવા માંગતા હોય તો અહીંથી આસાનીથી વાંચી શકો છે, આ માટે તમારે અહીં બતાવેલી એક ખાસ ટ્રિક્સને ફોલો કરવી પડશે. જાણો આ ટ્રિક્સ વિશે.....

આ રીતે વાંચી શકો છો વૉટ્સએપ પર ડિલીટ થઇ ગયેલા મેસેજ - 

Android સ્માર્ટફોન યૂઝર્સ માટે ટિપ્સ - 
એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સને વૉટ્સએપમાથી ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચવા માટે, સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટૉર પર જઇને ત્યાંથી Notisave એપને ડાઉનલૉડ કરીને ઇન્સ્ટૉલ કરવી પડશે, હવે એપને ઓપન કરો અને તેમાં આપેલા વિઝિબલ નૉટિફિકેશનને allow કરીને પરમીશન આપી દો, આમાં જ્યારે પણ કોઇ યૂઝર તમને મેસેજ મોકલ્યા બાદ તેને ડિલીટ કરી દેશો, તો આ એપમાં તે નૉટિફિકેશન ઓટોમેટિક સેવ થઇ જશે, ત્યારબાદ તમે વૉટ્સએપમાંથી ડિલીટ થઇ ગયેલા મેસેજને પણ આસાનીથી વાંચી શકશો. 

iPhone યૂઝર્સ માટે ટ્રિક - 
એન્ડ્રોઇડ અને એપલ બન્નેના પ્લેટફોર્મ એક્સેસમાં ખુબ અંતર છે, એપલ એવી કોઇપણ એપને એક્સેસ નથી આપતી, જેનાથી તમે વૉટ્સએપ પર ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો. પરંતુ એક ટ્રિક છે, જેનાથી તમે એપલ આઇફોન પર પણ ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો છો. આ માટે તમે સૌથી પહેલા ફોનમાં ઇન્સ્ટૉલ વૉટ્સએપને પોતાના ફોનમાંથી ડિલીટ કરી દો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Embed widget