iPhone યુઝર્સ માટે Apple કંપનીએ જાહેર કરી ચેતવણી, આ બાબતોને નજરઅંદાજ ના કરો
Apple: કંપનીએ થર્ડ પાર્ટી ચાર્જર વિશે પણ ચેતવણી આપી છે
Apple: જો તમે ચાર્જ કરતી વખતે તમારા આઇફોનને તમારા ઓશિકાની પાસે રાખો છો અથવા તે તમારા શરીરની આસપાસ રહે છે, તો આજથી આમ કરવાનું બંધ કરી દો. Appleએ લોકોને ચાર્જિંગ ફોનની બાજુમાં સૂવાના સંભવિત જોખમો વિશે ચેતવણી જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે આનાથી આગ, ઇલેક્ટ્રિક શોક, ઈજા અને તમને અથવા ફોનને ગંભીર નુકસાન થઈ શકે છે. આવા જોખમથી બચવા માટે ફોનને હંમેશા સારી વેન્ટિલેશનવાળી જગ્યા પર ચાર્જ કરો. કંપનીએ ફોનને બ્લેન્કેટ કે ઓશિકા નીચે ચાર્જ કરવા અંગે ચેતવણી પણ આપી છે. આનાથી આઇફોન વધુ ગરમ થવાનું જોખમ વધી જાય છે અને તેનાથી ફોનને અથવા તમને નુકસાન થઈ શકે છે.
થર્ડ પાર્ટી ચાર્જરનો ઉપયોગ કરશો નહીં
કંપનીએ થર્ડ પાર્ટી ચાર્જર વિશે પણ ચેતવણી આપી છે. એપલે કહ્યું હતું કે સસ્તા થર્ડ પાર્ટી ચાર્જરનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેમાં સલામતી ધોરણોનો અભાવ છે. હંમેશા કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો અને સેફ પ્રેક્ટિસ અપનાવો. તમામ સ્માર્ટફોન યુઝર્સને અમારી સલાહ હંમેશા એ રહી છે કે ફોન સાથે આવતા ચાર્જરનો ઉપયોગ કરો અને ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે કંઈ પણ ન કરો. સારી વાત એ છે કે તેને પહેલા ચાર્જ થવા દો અને પછી કૉલ સહિતના કામ કરો. આ સિવાય Appleએ ફોનને લિક્વિડ વાળી જગ્યાઓથી દૂર રાખીને ચાર્જ કરવાની વાત કરી હતી કારણ કે તેનાથી ફોનને ઇલેક્ટ્રિક શોક અને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.
નવી iPhone સીરિઝ આવતા મહિને લોન્ચ થશે
Apple આગામી મહિને નવી iPhone સીરિઝ લોન્ચ કરશે. iPhone 15ને લઈને અનેક પ્રકારના રિપોર્ટ્સ આવી ચૂક્યા છે. આ વખતે ફોનમાં USB Type-C ચાર્જર મળશે. iPhone 15ના તમામ મોડલમાં કંપની ડાયનેમિક આઇલેન્ડ ફીચર આપશે, સાથે જ આ વખતે બેઝ વેરિઅન્ટમાં 48MP કેમેરા હશે. એક રિપોર્ટ અનુસાર, કંપની 13 સપ્ટેમ્બરે iPhone 15 સીરિઝ લોન્ચ કરી શકે છે.
Apple કંપની ટૂંક સમયમાં ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ AirPods નું ઉત્પાદન શરૂ કરશે. આ પછી આખી દુનિયામાં Made In India AirPods ધૂમ મચાવશે. વાસ્તવમાં Foxconn ની હૈદરાબાદ ફેક્ટરીમાં Apple Air Podsનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે 400 મિલિયન અમેરિકન ડોલરના રોકાણની મંજૂરી આપી દીધી છે. તેમજ ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. જોકે Apple અને Foxconn હજુ સુધી આ માહિતીની પુષ્ટી કરી નથી.