શોધખોળ કરો
Advertisement
Apple Store પર મળશે 5,000 રૂપિયા સુધીની કેશબેક ઓફર, જાણો ઓફર સાથે જોડાયેલ વિગત
આ ઓફરનો લાભ લેવા માટે 44,900 રૂપિયા અથવા તેનાથી વધારે સિંગર ઓર્ડર પ્લેસ કરવાનો પડશે. મલ્પીટલ ઓર્ડરની સાથે આ ઓફરનો લાભ નહીં લહી શકાય.
Apple Storeએ નવી કેશબેક ઓફર રજૂ કરી છે. ભારતમાં 44,900 રૂપિયાથી વધારેના ઓનલાઇન ઓર્ડર પ્લેસ કરનાર ગ્રાહકોને 5000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ ઓફર મર્યાદિત સમય માટે 21 જાન્યુઆરીથી 28 જાન્યુારી સુધી મળશે.
તેની સાથે જ આ કેશબેક ઓફર માત્ર એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને એચડીએફસી ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ માટે જ માન્ય રહેશે. ઓફરની સાથે કેટલીક શરતો પણ જોડાયેલ છે. જેમ કે એજ્યુકેશન પ્રાઇસિંગ માટે આ ઓફર એપલ સ્ટોરની સાથે જોડાયેલ નથી.
ઓફરમાં નો-કોસ્ટ ઇએમાઈનો પણ ઓપ્શન
ઓફરનું નોટિફિકેશન એપલ સ્ટોર ઇન્ડિયા પર આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેશબેક ઓફર ગુરુવારે 21 જાન્યુઆરીથી શરૂ થશે અને 44900 રૂપિયાથી વધારેના ઓર્ડર પર 5000નું કેશબેક મળશે. છ મહિના માટે નો કોસ્ટ ઇએમઆઈનું ઓપ્શન પણ મળશે.
કંપનીએ કહ્યું કે, કેશબેક એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને એચડીએફસીના ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ માટે પણ ઉપલબ્ધ છે. તેની સાથે જ આ ઓફરને એજ્યુકેશન માટે એપલ સ્ટોરની ઓછી કિંમત સાથે જોડી નહીં શકાય.
મલ્ટીપલ ઓર્ડર પર નહીં મળે ઓફરન લાભ
આ ઓફરનો લાભ લેવા માટે 44,900 રૂપિયા અથવા તેનાથી વધારે સિંગર ઓર્ડર પ્લેસ કરવાનો પડશે. મલ્પીટલ ઓર્ડરની સાથે આ ઓફરનો લાભ નહીં લહી શકાય. ઓર્ડર અને કાર્ડ કેશબેક માટે યોગ્ય હોવા પર પ્રોડક્ટની ડિલીવરી થયાના 7 દિવસની અંદર કેશબેક મળશે.
તેની સાથે જ નો કોસ્ટ ઈએમઆઈ ઓફર માટે તમારી પાસે ક્વોલીફાઈંગ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને એચડીએફસી ક્રેડિટ કાર્ડ ઈએમઈ હોવું જરૂરી છે. હો-કોસ્ટ ઈએમઆઈ ઓફર માત્ર છ મહિનાના પ્લાન પર જ માન્ય છે. તેની સાથે જ કેશબેક અને નો કોસ્ટ ઈએમઆઈ ઓફર બન્ને 28 જાન્યુઆરી સુધી માન્ય રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement