Apple Updates: આવી રહ્યો છે એપલનો લેટેસ્ટ iPhone 15, પહેલા નહીં મળ્યા હોય એવા હશે આ ફિચર્સ........
USB Type C: સૌથી જરૂરી વાત એ છે કે Iphone 15ના તમામ મૉડલ્સમાં તમને જોવા મળશે
iPhone Updates: દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાંની એક એપલ હવે પોતાનો નવો દમદાર ફોન લૉન્ચ કરવાની છે. અત્યારે iPhone 15ને લઇને જે વાતો ઇન્ટરનેટ પર થઇ રહી છે, તે તમામ એ બતાવે છે કે, આ ફોન અત્યાર સુધીની તમામ આઇફોન કરતાં સૌથી એકદમ અલગ હશે. iPhone 15 પ્રૉ મૉડલમાં તમને 8GB રેમ મળી શકે છે, જ્યારે તમામ આઇફોન 14 પ્રૉમાં માત્ર 6GB રેમ જ કંપની આપે છે. iphone 15 pro max ની કિંમત 1299 ડૉલર હોઇ શકે છે, વળી, 1 TB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 17,99 ડૉલર સુધી જઇ શકે છે. ધ્યાન આપો, અધિકારીક રીતે હજુ કિંમતને લઇને કંપનીએ કોઇ સ્પષ્ટતા નથી કરી.
USB Type C: સૌથી જરૂરી વાત એ છે કે Iphone 15ના તમામ મૉડલ્સમાં તમને જોવા મળશે, અને તે એ છે કે, Iphone 15 યૂએસબી ટાઇપ સી પોર્ટ સાથે આવશે. કહેવાઇ રહ્યું છે કે, એપલ પોતાના યૂએસબી ટાઇપ સી ચાર્જર અને ચાર્જિંગ પોર્ટને એક્સક્લૂસિવ બનાવશે, જેથી કોઇ બીજુ ચાર્જર આમાં ના લાગી શકે.
iPhone 14 Pro Maxમાં હાલમાં ડાયનેમિક આઇલેન્ડ ફિચર મળે છે. જેનાથી યૂઝર્સ નૉટિફિકેશન, એલર્ટ વગેરેને સ્ક્રીન પર જોઇ શકે છે, એટલે કે Iphone 15ના તમામ મૉડલ્સને ડાયનેમિક આઇલેન્ડ ફિચર મળશે, જ્યારે હજુ આ માત્ર આઇફોન Iphone 14 Pro Max માં હતુ. ઇન્ટરનેટ પર તો જાણકારી સામે આવી છે તે અનુસાર, iPhone 15 પ્રૉ કે આઇફોન 15 અલ્ટ્રા વિના બટનને લૉન્ચ થઇ શકે છે. એટલે કે આ ફોનમાં તમને ટચ બટન મળશે, જેવુ કે આઇફોન 6 કે 7 માં પહેલા આવતુ હતુ, એ પણ કહેવાઇ રહ્યું છે કે એપલ આઇફોન 15ને પ્રૉ મેક્સના બદલે આને 15 અલ્ટ્રા નામ આપી શકે છે. iPhone 15 ના સ્ટાન્ડર્ડમાં પણ તમને 48 મેગાપિક્સલનો રિયર કેમેરો મળશે, જ્યારે અત્યાર સુધી માત્ર પ્રૉ મૉડલ્સમાં જ કંપની 48 મેગાપિક્સલનો કેમેરો આપતી હતા.
Everything we know about the upcoming iPhone 15 series up until now!
— Apple Hub (@theapplehub) May 10, 2023
Are you planning to upgrade? pic.twitter.com/gGdeLuw3WU
iPhone 15 Pro with thinner bezels will be stunning 😍 pic.twitter.com/HHmjgWuDvQ
— Apple Hub (@theapplehub) May 11, 2023
Tata કંપની હવે આવશે Mobileની દુનિયામાં, જાણો કયો મોબાઇલ બનાવશે, ને ક્યારે થઇ શકે છે લૉન્ચ
iPhone 15 launch date: ટેક દિગ્ગજ એપલે ગયા મહિને જ ભારતમાં દિલ્હી અને મુંબઈમાં ઓફિશિયલી રીતે પોતાના સ્ટૉર ખોલી દીધા છે. હવે એક નવા સમાચાર સામે આવ્યા છે કે, Tata Group ભારતમાં નવા iPhone બનાવશે. ખાસ વાત છે કે, ફૉક્સકૉન, પેગાટ્રૉન અને વિસ્ટ્રૉન ભારતમાં Appleનુ પ્રૉડક્શન કરી રહ્યાં છે. ટ્રેંડફોર્સ, એક સંશોધન સંસ્થા અનુસાર, તાઈવાની કંપની વિસ્ટ્રૉનની ફેક્ટરી સંપાદિત થયા બાદ ટાટા હવે ભારતમાં એપલની ચોથી કૉન્ટ્રાક્ટ પ્રૉડક્શન કંપની બનવાની તૈયારીમાં છે.
Tata ગૃપ બનાવશે iPhone 15 અને 15 Plus -
હાલમાં એપલ ભારતમાં 3 કૉન્ટ્રાક્ટર છે. આ ફૉક્સકૉન, પેગાટ્રૉન અને લક્સશેર આ લિસ્ટમાં સામેલ છે. ફૉક્સકૉન એપલના સૌથી જુના કૉન્ટ્રાક્ટ પ્રૉડક્ટશન્સમાંના એક છે. વળી, ટાટા ગૃપે કર્ણાટકમાં મેન્યૂફેક્ચરિંગ યૂનિટ જમાવ્યા બાદ તાઈવાની કંપની વિસ્ટ્રૉન ભારતમાં પોતાનુ કામકાજ બંધ કરવા માટે તૈયાર થયું છે. ટાટા ગૃપે ભારતમાં વિસ્ટ્રૉનની પ્રૉડક્શન લાઇન હસ્તગત કરી હોવાના રિપોર્ટ છે. આનાથી ભારતમાં iPhone એસેમ્બલી બિઝનેસમાં એન્ટ્રી કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
રિપોર્ટ પ્રમાણે, ટાટા ગૃપને નેક્સ્ટ જનરેશન iPhone 15 અને 15 Plus મૉડલના પ્રૉડક્શન માટે ઓર્ડર મળ્યા છે, જે આ વર્ષના અંતમાં આ ફિલ્ડમાં એન્ટ્રી કરી શકે છે. રિસર્ચ ફર્મનું કહેવું છે કે, Tat ગૃપને iPhone 15 અને iPhone 15 Plusના પ્રૉડક્શનનો એક નાનો ભાગ મળશે. ટાટા બંને મૉડલમાંથી માત્ર 5 ટકા જ એસેમ્બલ કરશે.
iPhone 15 ક્યારે થશે લૉન્ચ -
એપલ તરફથી આ વર્ષે iPhone 15ને સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરવામાં આવી શકે છે, ઉલ્લેખનીય છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એપલની iPhone સીરીઝને લૉન્ચ કરવામાં આવે છે.