શોધખોળ કરો

Apple Watch હવે જિંદગી બચાવવામાં કરશે મદદ,આ રીતે યુઝર્સને કરશે એલર્ટ

Apple Watch: જ્યારે વિશ્વની મોટાભાગની ટેક કંપનીઓ ફક્ત એક શોપીસ ફીચર તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રજૂ કરી રહી છે, ત્યારે એપલ તેને આરોગ્ય ક્રાંતિમાં ફેરવવા જઈ રહી છે.

Apple Watch: મોટાભાગની ટેક કંપનીઓ ફક્ત આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ (AI) ના ઉપયોગથી માત્રા  આકર્ષક ડિવાઇસ બનાવી રહ્યા છે.  ત્યારે એપલ તેને આરોગ્ય ક્રાંતિમાં ફેરવી રહી છે. સીઈઓ ટિમ કૂકે જાહેરાત કરી છે કે, એપલ વોચ હવે લગભગ 1 મિલિયન યુઝસ્રને  હાઈ બ્લડ પ્રેશર જેવી ખતરનાક સ્થિતિના પ્રારંભિક સંકેતો વિશે પણ ચેતવણી આપશે.

AIથી ચાલશે હેલ્થ એલર્ટ સિસ્ટમ

ટિમ કૂકે કંપનીના Q4 2025 ના અર્નિગ કોલ દરમિયાન આ નવી સુવિધા જાહેર કરી હતી. તેમણે સમજાવ્યું કે આ હાઇપરટેન્શન નોટિફિકેશન સુવિધા નવા એપલ વોચ મોડેલ્સ: સિરીઝ 9, સિરીઝ 11, વોચ અલ્ટ્રા 2 અને અલ્ટ્રા 3 માં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ સુવિધા ખાસ માનવામાં આવે છે કારણ કે, હાઈ બ્લડ પ્રેશરને "સાયલન્ટ કંડિશન" તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે, આ સ્થિતિ લાંબા સમય સુધી શરીરને કોઈપણ સ્પષ્ટ લક્ષણો વિના નુકસાન પહોંચાડી શકે છે.

એપલ વોચની નવી AI સિસ્ટમ મશીન લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા રક્ત વાહિનીઓની પ્રતિભાવશીલતાનું નિરીક્ષણ કરવા માટે તેના ઓપ્ટિકલ હાર્ટ સેન્સરમાંથી ડેટાનો ઉપયોગ કરે છે. આ સુવિધા 30 દિવસ સુધી યુઝર્સના  હાર્ટ ડેટાનું વિશ્લેષણ કરે છે અને જો તે હાઈ બ્લડ પ્રેશરના સતત સંકેતો શોધે છે તો તાત્કાલિક ચેતવણી મોકલે છે.

10  લાખ યુઝર્સને  મળશે જીવન બચાવવાની ચેતવણી

ટિમ કૂકે કહ્યું, "હાયપરટેન્શન એ હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું મુખ્ય કારણ છે, જે વિશ્વભરમાં એક અબજથી વધુ લોકોને અસર કરે છે. અમને આશા છે કે એપલ વોચ સાથે, અમે 1૦ લાખથી વધુ યુઝર્સને આ જીવલેણ સ્થિતિ વિશે સમયસર ચેતવણી આપી શકીશું."

તેમણે એમ પણ સમજાવ્યું કે, એઆઈ અને મશીન લર્નિંગ હવે એપલ વોચની સમગ્ર આરોગ્ય પ્રણાલીનો આધાર છે. આ તકનીકો ફોલ ડિટેક્શન, ક્રેશ ડિટેક્શન અને હાર્ટ રેટ મોનિટરિંગ જેવી સુવિધાઓને શક્ય બનાવે છે.

સારી ઊંઘ અને સુધારેલા સ્વાસ્થ્ય માટે નવી સુવિધાઓ

એપલે તેની નવી વોચ સિરીઝ 1 માં બીજી ઉપયોગી સુવિધા, સ્લીપ સ્કોર ઉમેરી છે, જે યુઝર્સને તેમની ઊંઘની ગુણવત્તાને સમજવામાં અને સુધારવામાં મદદ કરશે.

ટિમ કૂકે એ પણ ખુલાસો કર્યો કે, એપલ વોચ સહિત વેરેબલ્સ, હોમ અને એસેસરીઝ સેગમેન્ટે આ ક્વાર્ટરમાં $9 બિલિયન (આશરે રૂ. 75,000 કરોડ) ની આવક મેળવી છે. તેમણે એપલ વોચ અલ્ટ્રા 3 ની પ્રશંસા કરતા કહ્યું કે તેમાં સૌથી મોટો ડિસ્પ્લે અને સૌથી લાંબી બેટરી લાઇફ છે, જ્યારે સીરીઝ 11 માં અત્યાર સુધીની સૌથી અદ્યતન આરોગ્ય સુવિધાઓ શામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget