શોધખોળ કરો
Advertisement
129 રૂપિયાનો બેસ્ટ ડેટા-કોલિંગ પ્રીપેડ પ્લાન, જાણો શું છે ઓફર
લગભગ તમાન કંપનીઓ સૌથી સસ્તા 129 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને એક મહિના માટે ડેટા અને કોલિંગની સુવિધા આપી રહી છે.
જો તમે એક એવા ડેટા કોલિંગ પ્રીપેડ પ્લાન શોધી રહ્યો છે જેમાં તમને 28 દિવસ માટે ડેટા અને કોલ કરવાની સુવિધા મળે છે તો દેશની ટોપ ટેલીકોમ કંપનીઓ તમને આ ઓફર આપી રહી છે. રિલાયન્સ જિઓ, વોડાફોન અને એરટેલ તમને પોતાના પ્રીપેડ પ્લાનમાં આ સુવિધા આપે છે. લગભગ તમાન કંપનીઓ સૌથી સસ્તા 129 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને એક મહિના માટે ડેટા અને કોલિંગની સુવિધા આપી રહી છે. આવો જાણીએ આ પ્લાનની સંપૂ્ણ વિગતો.
Jioનો 129 રૂપિયાવાળો પ્લાન
જિઓના સૌથી સસ્તા પ્લાનમાં સામેલ છે. કંપનીની વેબસાઈટ પર તેને Affordable Packsની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો છે. 129 રૂપિયાવાળા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. તેની સાથે જ 300 એસએમએસ અને જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ઓછા ડેટાનો ઉપયોગ કરનારા માટે બેસ્ટ છે.
Vodafone-Ideaનો 129 રૂપિયાવાળો પ્લાન
તમને વોડાફોન આઈડિયામાં પણ 129 રૂપિયાવાળો પ્લાન મળી જશે. જોકે આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસ અને 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં તમે કોઈપણ પ્રકારનું સબ્સક્રિપ્શન નહીં મળે.
Airtelનો 129 રૂપિયાવાળો પ્લાન
એરટેલના આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં તમને 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસની સુવિધા મળે છે. તને આ પ્લાનમાં Amazon Primeનું ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સટ્રીમનું સબ્સક્રિપ્શન અને વિંક મ્યૂઝિકની સુવિધા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement