BSNL Cheapest Plan: વારંવાર રિચાર્જમાંથી મળશે છૂટકારો, આ છે એક વર્ષની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન
BSNL Cheapest Plan: અમે તમને BSNL ના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાંબી વેલિડિટી સાથે આવે છે.

BSNL Cheapest Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેના ગ્રાહકોને ઘણા સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જો તમે BSNL ગ્રાહક છો અને લાંબી વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યા છો તો અહીં અમે તમને BSNL ના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાંબી વેલિડિટી સાથે આવે છે.
BSNLનો 1,198 રૂપિયાનો વાર્ષિક રિચાર્જ પ્લાન
BSNLનો 1,198 રૂપિયાનો રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ એવા યુઝર્સ માટે છે જે BSNL ને સેકન્ડરી સિમ તરીકે ઉપયોગ કરે છે.
આ પ્લાન સાથે યુઝર્સને દર મહિને લગભગ 100 રૂપિયાનો ખર્ચ થાય છે. આ પ્લાનમાં સબ્સ્ક્રાઇબર્સને કોઈપણ નેટવર્ક પર દર મહિને 300 મફત કોલિંગ મિનિટ મળે છે, જે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. વધુમાં તે દર મહિને 3GB હાઇ-સ્પીડ 3G/4G ડેટા અને દર મહિને 30 મફત SMS પણ આપે છે.
આ ઉપરાંત આ પ્લાનમાં મફત રાષ્ટ્રીય રોમિંગનો પણ સમાવેશ થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે યુઝર્સ ભારતમાં મુસાફરી કરતી વખતે ઇનકમિંગ કોલ્સ માટે કોઈ ચાર્જ ચૂકવશે નહીં.
લિમિટ પછી આટલો ચાર્જ વસૂલવામાં આવશે
કોલિંગ માટે મફત મિનિટ્સ સમાપ્ત થયા પછી ગ્રાહકો પાસેથી લોકલ કોલ માટે પ્રતિ મિનિટ 1 રૂપિયા અને STD કોલ માટે પ્રતિ મિનિટ 1.3 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. તેવી જ રીતે લોકલ SMS માટે પ્રતિ SMS 80 પૈસા અને નેશનલ SMS માટે પ્રતિ SMS 1.20 રૂપિયાનો ચાર્જ લાગશે. ઇન્ટરનેશનલ SMS માટે ગ્રાહકોએ પ્રતિ SMS 6 રૂપિયા ચૂકવવા પડશે. ગ્રાહકો પાસેથી ડેટા માટે પ્રતિ MB 25 પૈસા વસૂલવામાં આવશે.
BSNLનો 797 રૂપિયાનો પ્લાન
BSNL પણ લાંબી વેલિડિટી સાથે 797 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આમાં ગ્રાહકોને 300 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ 2GB ડેટા અને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. જોકે, આ લાભો ફક્ત પહેલા 60 દિવસ માટે જ આપવામાં આવે છે. ઉપરાંત 2GB ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી ગ્રાહકોને 40Kbps ની ઝડપે ઇન્ટરનેટ ઍક્સેસ આપવામાં આવે છે.
TikTok ને ટક્કર આપવા Instagram નો ધાંસૂ પ્લાન, Reels માટે અલગ App કરશે લૉન્ચ





















