4000GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ, ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનમાં મળી રહ્યું છે બધુ જ છપ્પરફાડીને
BSNL Internet Plan: સરકારી ટેલિકૉમ કંપનીના આ બ્રૉડબેન્ડ પ્લાનમાં યૂઝર્સને 300Mbps હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સાથે 4,000GB ડેટા મળે છે

BSNL Internet Plan: આજકાલ દરેક ઘરમાં ડેટાની જરૂર છે. અભ્યાસથી લઈને મનોરંજન સુધી લગભગ દરેક કામ ઇન્ટરનેટની મદદથી થઈ રહ્યું છે. આ ડેટા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એક એવી યોજનાની જરૂર છે જે માત્ર વિશાળ ડેટા જ નહીં પરંતુ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પણ પ્રદાન કરે. આવો જ એક પ્લાન સરકારી ટેલિકૉમ કંપની BSNL દ્વારા ઓફર કરવામાં આવ્યો છે. આમાં, ગ્રાહકોની દરેક ડેટા સંબંધિત જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આ યોજનામાં કયા ફાયદા ઉપલબ્ધ છે.
BSNL Fiber Silver OTT Plan -
સરકારી ટેલિકૉમ કંપનીના આ બ્રૉડબેન્ડ પ્લાનમાં યૂઝર્સને 300Mbps હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સાથે 4,000GB ડેટા મળે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ દરરોજ 100GB ડેટા વાપરે છે, તો પણ આ ડેટા એક મહિનામાં ખતમ થશે નહીં. આ ઉપરાંત, પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો લાભ પણ ઉપલબ્ધ છે. યૂઝર્સ તેમના ફિક્સ્ડ કનેક્શનથી દેશના કોઈપણ નંબર પર મફત અનલિમીટેડ કૉલ્સ કરી શકે છે. આ પ્લાન માટે દર મહિને 2,299 રૂપિયા ચૂકવવા પડશે.
આ OTT પ્લેટફોર્મ્સનું મળી રહ્યું છે સબ્સક્રિપ્શન -
આ પ્લાન સાથે કંપની ઘણા OTT પ્લેટફોર્મનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે. આ પ્લેટફોર્મ્સમાં હંગામા, સોની લિવ પ્રીમિયમ, ZEE5 પ્રીમિયમ, ડિઝની હૉટસ્ટાર, શેમારૂ ટીવી, વૂટ અને યુપ ટીવી વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ યોજનામાં મનોરંજનની સંપૂર્ણ જોગવાઈ છે. OTT પ્લેટફોર્મની સાથે યૂઝર્સને તેમને જોવા માટે ઘણો ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.
સસ્તો પ્લાન પણ ઓફર કરી રહી છે BSNL
જો કોઈ ગ્રાહક ઓછા ખર્ચે આવા પ્લાનનો લાભ મેળવવા માંગે છે, તો BSNL પાસે તેના માટે પણ એક પ્લાન છે. કંપની તેના 999 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને ફ્રી OTT એપ સબસ્ક્રિપ્શન આપી રહી છે. જોકે, આ પ્લાનમાં ડેટા મર્યાદા ઘટાડીને 2000GB કરવામાં આવશે. આ પ્લાન 150 Mbps ની ઇન્ટરનેટ સ્પીડ આપે છે.
આ પણ વાંચો
YouTube માં કઇ રીતે મળે છે સિલ્વર બટન, પછી કેટલી થાય છે કમાણી ? 99% લોકો નથી જાણતા આ ટ્રિક

