BSNLનો ધડાકો! ગ્રાહકોને આપી રહ્યું છે ખાસ ટેકનોવોજી વાળું 4G, 5G રેડી સીમ, ગમે ત્યાં કરી શકો છો એક્ટિવેટ
BSNL તેના યુઝર્સને ખાસ પ્રકારનું 4G, 5G રેડી સિમ કાર્ડ આપી રહ્યું છે. આ સિમ કાર્ડ કોઈપણ ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલ નહીં હોય. યુઝર્સ તેઓ ઇચ્છે ત્યાં તેમનું સિમ કાર્ડ એક્ટિવેટ કરી શકે છે.
BSNL એ તેના યુઝર્સને ખાસ ટેક્નોલોજી સાથે 4G, 5G તૈયાર સિમ કાર્ડ આપવાની જાહેરાત કરી છે. સરકારી ટેલિકોમ કંપનીએ કહ્યું કે યુઝર્સને 4G, 5G રેડી ઓવર-ધ-એર (OTA) અને યુનિવર્સલ સિમ (USIM) કાર્ડ આપવામાં આવશે, જેને તેઓ ગમે ત્યાં એક્ટિવેટ કરી શકશે. આ ઉપરાંત યુઝર્સને તેમનો મોબાઈલ નંબર પસંદ કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવશે.
નવી ટેકનોલોજી સિમ કાર્ડ
ભારત સંચાર નિગમ લિમિટેડના જૂના ગ્રાહકો પણ કોઈપણ ભૌગોલિક મર્યાદા વિના તેમના સિમ કાર્ડ બદલી શકશે. BSNLએ કહ્યું કે આ ખાસ સિમ કાર્ડ ટેક્નોલોજી પ્લેટફોર્મને Pyro પાયરો હોલ્ડિંગ્સના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
દેશના તમામ BSNL ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે સીમ
BSNL એ કહ્યું કે નવા 4G અને 5G સુસંગત પ્લેટફોર્મને દેશના તમામ BSNL ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ બહેતર કનેક્ટિવિટી અને સેવાની ગુણવત્તા પ્રદાન કરવા માટે કામ કરશે. કંપની ધીમે ધીમે સમગ્ર દેશમાં 4G સેવા શરૂ કરી રહી છે અને ટૂંક સમયમાં 5G નેટવર્ક પર પણ કામ કરી રહી છે.
4G/5G પર અપગ્રેડ કરો
સરકારી ટેલિકોમ કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે હાલમાં નેટવર્ક અપગ્રેડેશનનું કામ થઈ રહ્યું છે. કંપની 4G અને 5G સાથે દેશમાં ટેલિકોમ્યુનિકેશન ઇનોવેશનમાં અગ્રેસર રહી છે. આ એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે, જે ગામડાઓ અને દૂરના વિસ્તારોના લોકોને અદ્યતન ટેલિકોમ્યુનિકેશન સેવાથી જોડાયેલ રાખશે.
તાજેતરમાં, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે BSNL સમગ્ર દેશમાં 4G સેવાને સુધારવા માટે ઓક્ટોબર 2024 સુધીમાં 80 હજાર મોબાઈલ ટાવર સ્થાપિત કરશે. બાકીના 21 હજાર ટાવર માર્ચ 2025 સુધીમાં લગાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ BSNLની 5G સેવાનો ઉપયોગ કરીને એક વીડિયો કૉલ કનેક્ટ કર્યો હતો
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીએ BSNLની 5G સેવાનો ઉપયોગ કરીને એક વીડિયો કૉલ કનેક્ટ કર્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આનો એક વીડિયો શેર કર્યો હતો. BSNL ટૂંક સમયમાં 4G અને 5G સેવા શરૂ કરશે. BSNL એ 5G સેવાનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. કંપની તેના નેટવર્ક અપગ્રેડમાં ભારતમાં બનેલા સાધનોનો જ ઉપયોગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં દેશની અગ્રણી ટેલીકોમ કંપની જીયો અને એરટેેલે પોતાના પ્લાનના ભાવમાં વધારો કરતા મોટી સંખ્યામાં લોકો બીએસનેલ તરફ મળી રહ્યા છે.