શોધખોળ કરો

કોરોના સંકટ સામે લડવા માટે ટ્વીટરે ભારતને 1.5 કરોડ ડૉલરની કરી મદદ, જાણો વિગતે

ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, આ રકમ ત્રણ બિનસરકારી સંગઠનો, કેયર, એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને દાન કરવામાં આવી છે. કેરને 1 કરોડ ડૉલર, જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલને 25-25 લાખ ડૉલર આપવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવામાં માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટરે પણ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ભારતને 1.5 કરોડ ડૉલરનુ દાન કર્યુ છે. આ સમય ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. દુનિયાના બીજા કેટલાય દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે, અને તમામ પ્રકારની મદદ પહોંચાડી રહ્યાં છે. 

ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, આ રકમ ત્રણ બિનસરકારી સંગઠનો, કેયર, એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને દાન કરવામાં આવી છે. કેરને 1 કરોડ ડૉલર, જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલને 25-25 લાખ ડૉલર આપવામાં આવ્યા છે.

સાન ફ્રાન્સિસ્કો સ્થિત એક કંપનીએ એક નિવેદનમાં કહ્યું- સેવા ઇન્ટરનેશનલ એક હિન્દુ, આસ્થા આધારિત, બિનસરકારી સેવા સંગઠન છે. આ રકમ કૉવિડ દર્દીઓના ઇલાજ માટે આપવામાં આવી રહી છે. આનો ઉપયોગ વેન્ટિલેટર્સ, બેડ્સ અને અન્ય જીવન રક્ષક ઉપકરણોને ખરીદવામાં કરવામાં આવશે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ કે આ ઉપકરણ સરકારી હૉસ્પીટલો, કૉવિડ-19 દેખરેખ કેન્દ્ર અને અન્ય હૉસ્પીટલોમાં વિતરિત કરવામાં આવશે. 

સંદીપ ખડકેકરે જેક પેટ્રિક ડૉર્સીનો માન્યો આભાર....

સેવા ઇન્ટરનેશલના ઉપાધ્યક્ષ સંદીપ ખડકેકરે ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીનો આભાર માનતા કહ્યું- આ સેવાનુ કામ છે, અને મને આનંદ છે કે તમે આગળ આવીને અમારી મદદ કરી. અમે તમારી આશાઓ પર ખરા ઉતરવાની પુરી કોશિશ કરીશું, અને કોરોના સંક્રમિત દર્દીઓને સારી રીતે દેખરેખ કરીશું. તેમને આગળ કહ્યું- આ સમયે આપણે બધાએ એકજૂથ થઇને કોરોના સામે લડવાની જરૂર છે. જો આપણે આવુ કરીએ છીએ તો જલ્દી કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવી શકાશે.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ...
ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની  5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ

'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police Action : દાદાનું બુલડોઝર પહોંચ્યું સુરત, ગુંડાઓની સંપતિ તોડવાની શરૂNagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદArvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામVikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું

Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા

Credit Card Fraud: ક્રેડિટ કાર્ડ યૂઝર્સ સાવધાન! છેતરપિંડીની આ નવી રીતથી થઈ જશે તમારુ બેંક એકાઉન્ટ ખાલી

Parliament Members Wear Headphones: સંસદમાં હેડફોન કેમ પહેરે છે સાંસદો, તેમાં શું શું સંભળાઈ છે?

Embed widget