શોધખોળ કરો

149 મિલિયન યૂઝર્સનો ડેટા લીક! Gmail, Facebook, Instagram, Netflix એકાઉન્ટ ખતરામાં 

એક નવા રિપોર્ટે ઓનલાઈન હંગામો મચાવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 149  મિલિયનથી વધુ યુઝર્સની લોગિન વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે.

Data Leak: એક નવા રિપોર્ટે ઓનલાઈન હંગામો મચાવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 149  મિલિયનથી વધુ યુઝર્સની લોગિન વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. આમાં Gmail, Facebook, Instagram અને Netflix જેવા મુખ્ય પ્લેટફોર્મના એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.

આ જાણકારી   ExpressVPN ના રિપોર્ટમાં સામે આવી છે જે સાયબર સિક્યોરિટી રિસર્ચર જેરેમાયાહ ફાઉલરના તારણોના આધાર પર છે.  ફાઉલરના જણાવ્યા મુજબ, એક ખૂબ જ મોટો ડેટાબેઝ ઓનલાઈન ખુલ્લા રુપમાં જોવા મળ્યો જેમાં સંવેદનશીલ લોગિન જાણકારી હતી. 

કયા પ્લેટફોર્મના એકાઉન્ટ્સ પ્રભાવિત થયા હતા?

રિપોર્ટ અનુસાર, લીક થયેલા ડેટામાં ઘણી લોકપ્રિય ઓનલાઈન સેવાઓના એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં લાખો નહી, પરંતુ કરોડ વપરાશકર્તાઓની માહિતી હોવાનું  કહેવાય . કુલ મળીને, આ ડેટાબેઝમાં 149,754 યૂનિક યૂઝરનેમ અને પાસવર્ડ હોવાનો દાવો છે , જેનું કદ આશરે 96B હોવાનો અંદાજ છે.

આખો ડેટાબેઝ અસુરક્ષિત હતો

ફાઉલર જણાવે છે કે આ ડેટાબેઝ ન તો પાસવર્ડ-સુરક્ષિત હતો કે ન તો કોઈપણ રીતે એન્ક્રિપ્ટેડ હતો. આનો અર્થ એ છે કે જેણે પણ તેને શોધી કાઢ્યું તે સરળતાથી તેને ઍક્સેસ કરી શકે છે. પ્રારંભિક તપાસમાં ઈમેલ આઈડી, યુઝરનેમ, પાસવર્ડ અને સીધી લોગિન લિંક્સ પણ બહાર આવી છે.

કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી

સંશોધકોના મતે, તેઓએ રિપોર્ટમાં નામ આપવામાં આવેલી મુખ્ય કંપનીઓનો ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો છે. જોકે, પ્રકાશન સમયે કોઈપણ કંપની તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો ન હતો.

ફાઉલરે સમજાવ્યું કે આ લીકમાં સમાવિષ્ટ માહિતી કોઈ એક દેશ સુધી મર્યાદિત નથી. ડેટામાં વિશ્વભરના વપરાશકર્તાઓના એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે, જે દરરોજ ઉપયોગમાં લેવાતી લગભગ દરેક પ્રકારની ઓનલાઈન સેવાને આવરી લે છે.

બેંકિંગ અને ક્રિપ્ટો એકાઉન્ટ્સનો પણ દાવો 

સૌથી ચિંતાજનક વાત એ છે કે, પ્રારંભિક નમૂના તપાસમાં નાણાકીય સેવાઓ, ક્રિપ્ટો વોલેટ્સ, ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ, બેંક એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ્સ સંબંધિત લોગિન વિગતો પણ બહાર આવી છે. આ નાણાકીય છેતરપિંડી અને ઓળખ ચોરીનું જોખમ ઝડપથી વધે છે.

સરકારી (.gov) એકાઉન્ટ્સે ચિંતાઓ ઉભી કરી

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે લીક થયેલા ડેટામાં ઘણા દેશોના .gov ડોમેન્સ માટે લોગિન વિગતો શામેલ છે. જ્યારે દરેક સરકારી એકાઉન્ટ સંવેદનશીલ સિસ્ટમ્સ સુધી સીધી ઍક્સેસ પ્રદાન કરતું નથી, તો મર્યાદિત ઍક્સેસ પણ જો તે ખોટા હાથમાં આવે તો ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

સાયબર હુમલાઓનું જોખમ વધ્યું

ફાઉલરે ચેતવણી આપી હતી કે આટલા મોટા પાયે લોગિન વિગતો લીક થવી વપરાશકર્તાઓ માટે મોટુ જોખમ છે.  ખાસ કરીને તેઓ જેમને આ વિશે કોઈ જાણકારી નથી.  ઇમેઇલ સરનામાં, પાસવર્ડ અને ચોક્કસ લોગિન URL ની હાજરી સાયબર ગુનેગારોને ક્રેડેંશિયલ -સ્ટફિંગ જેવા ઓટોમેટેડ  હુમલાઓ શરૂ કરવામાં મદદ કરી શકે છે. 

ટોપ સ્ટોરી

Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ
1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
Embed widget