JIO હોય કે Airtel... આ છે સૌથી સસ્તો અને સ્માર્ટ રિચાર્જ પ્લાન, જાણો તમારા માટે કયો છે ફાયદાકારક
અહીં બતાવેલા પ્લાન 160 રૂપિયાથી પણ સસ્તાં છે, અને સાથે જ તમામ Prepaid Plans છે, અને આમાં તમને અનલિમીટેડ કૉલિંગ, ઇન્ટરનેટ અને ફ્રી SMS પણ મળી રહે છે.
Best Recharge Plans: દેશમાં મોટાભાગના મોબાઇલ યૂઝર્સ Jio, Airtel અને BSNL અને Vi, આમાંની જ ટેલિકૉમ કંપનીઓની સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે, આવામાં લોકો ઇચ્છે છે કે, આપણા માટે કોઇ સારામાં સારો અને સસ્તો રિચાર્જ પ્લાન મળી જાય તો સારુ, જેમાં ઇન્ટરનેટ, કૉલિંગથી લઇને એક્સ્ટ્રા બેનિફિટ મળતા હોય. જો તમે આવો સસ્તો અને સ્માર્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, તો અહીં તમારા માટે અમે તમને બેસ્ટ પ્લાન બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે.
અહીં બતાવેલા પ્લાન 160 રૂપિયાથી પણ સસ્તાં છે, અને સાથે જ તમામ Prepaid Plans છે, અને આમાં તમને અનલિમીટેડ કૉલિંગ, ઇન્ટરનેટ અને ફ્રી SMS પણ મળી રહે છે. આ તમામ રિચાર્જ પ્લાન્સ 20 થી વધુ દિવસની વેલિડિટી સાથે આવે છે અને આ ટેલિકૉમ કંપનીઓની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટેડ છે.
જિઓ રિચાર્જ પ્લાન -
ટેલિકૉમ દિગ્ગજ રિલાયન્સ Jioના આમ તો ઢગલાબંધ પ્લાન અવેલેબલ છે, જેમાં અલગ અલગ બેનિફિટ્સ મળે છે, પરંતુ આમાં એક પ્લાન 149 રૂપિયાનો પણ છે. આ પ્લાનમાં યૂઝરને 20 દિવસની વેલિડિટી મળે છે, અને આમાં યૂઝર્સ અનેલિમીટેડ કૉલિંગનો ફાયદો પણ ઉઠાવી શકે છે. આમાં લૉકલ, STD અને રૉમિંગ પણ સામેલ છે. આ પ્લાનમાં યૂઝર્સને ડેલી 1GB ઇન્ટરનેટ ડેટા મળે છે.
એરટેલ રિચાર્જ પ્લાન -
જો વાત કરીએ Airtel ના રિચાર્જ પ્લાનની તો, આમાં 155 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને Local અને STD અને Roaming સુવિધાની સાથે અનલિમીટેડ કૉલિંગ મળે છે. આ આખા પેકમાં યૂઝર્સને 1GB ઇન્ટરનેટ ડેટા મળે છે.
VI રિચાર્જ પ્લાન -
Vodafone Idea એટલે કે VI ના પણ કેટલાય રિચાર્જ પ્લાન છે, જે અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. VI નો 160 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનારો પ્લાન 149 રૂપિયાનો છે. આ પ્લાન 21 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગ મળે છે. આમાં Local અને STD અને Roaming પણ સામેલ છે. આ ઉપરાંત આ પેકમાં યૂઝર્સને 1GB ઇન્ટરનેટ ડેટા મળે છે.
આ સિવાય પણ માર્કેટમાં બીજા કેટલાય સસ્તાં અને સારા પ્લાન જિઓ, એરટેલ, વૉડાફોન અને બીએસએનએલના અવેલેબલ છે.