Doodle: આજનું ગૂગલ ડૂડલ છે રહસ્યોથી ભરેલુ, જાણો કોણ છે ચશ્મા પાછળ છૂપાયેલી આ મહિલા ?
આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, કોણ છે આ મહિલા અને શા માટે ગૂગલે તેને ખાસ શુભેચ્છા પાઠવી છે

Who is Altina Tina Schinasi? આજકાલ લોકો ઇન્ટરનેટ આધારિત જિંદગી જીવતા થઇ ગયા છે, મોટા ભાગનો સમય લોકો ઇન્ટરનેટ પર જ વિતાવી રહ્યાં છે. ખબર નથી કે આપણે બધા દરરોજ કેટલીવાર ગૂગલ સર્ચ કરીએ છીએ. આજે ઇન્ટરનેટ આપણી જરૂરિયાત બની ગયું છે. આપણે કંઈપણ જાણવું હોય તો તરત જ ગૂગલની મદદ લઈએ છીએ. ગૂગલ સર્ચમાં સામાન્ય રીતે કંપનીનો લોગૉ લાલ, લીલો, વાદળી વગેરે વગેરે કલરોમાં દેખાય છે. જોકે, ઘણા તહેવારો અને પ્રસંગોએ કંપની પાસે કેટલાક સ્પેશ્યલ લોગૉ પણ દેખાય છે જે Google Doodle તરીકે ઓળખાય છે. ખાસ વાત છે કે, ડૂડલમાં ગૂગલ કંપની એવા મહાન લોકોને શોધે છે જેમણે સમાજ માટે કોઈ મહાન કામ કર્યું હોય અને લોકોએ તેમની પ્રશંસા કરી હોય. જો તમે આજે થોડું ગૂગલ સર્ચ કરશો તો તમને ચશ્મા પાછળ એક મહિલાની તસવીર જોવા મળશે.
આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, કોણ છે આ મહિલા અને શા માટે ગૂગલે તેને ખાસ શુભેચ્છા પાઠવી છે. ખરેખરમાં, તમે ડૂડલમાં જે મહિલા જોઈ રહ્યા છો તેનું નામ અલ્ટિના શિનાસી છે. ગૂગલ આજે તેની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.
જાણો કોણ છે આ મહિલા
ખરેખરમાં, અલ્ટિના શિનાસી પ્રખ્યાત અમેરિકન કલાકાર, ડિઝાઇનર અને શોધક રહી છે. તેને હાર્લેક્વિન ચશ્માની ફ્રેમ વડે ચશ્માના બજારમાં એક નવી ક્રાંતિને જન્મ આપ્યો અને આ ફ્રેમ વિશ્વભરમાં લોકપ્રિય બની. તેની લોકપ્રિયતા પછી, તે "કેટ-આઇ" ફ્રેમ તરીકે જાણીતી થઈ. આજના જ દિવસે, 4 ઓગસ્ટ, 1907 ના રોજ, ન્યૂયોર્કના મેનહટનમાં, ઇમિગ્રન્ટ માતાપિતા માટે જન્મેલી, શિનાસીની કલાત્મક સફર પેરિસમાં શરૂ થઈ અને ફેશન અને ફિલ્મની દુનિયામાં તેના સર્જનાત્મક યોગદાનમાં પરિણમ્યું. 19 ઓગસ્ટ 1999ના રોજ તેમનું અવસાન થયું.
પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, અલ્ટિના શિનાસીએ પેરિસમાં ચિત્રકામ માટેના પોતાના શોખને અનુસર્યો. તેમને ન્યૂયોર્કમાં ધ આર્ટ સ્ટૂડન્ટ્સ લીગમાં પોતાની કુશળતાને વધુ શુદ્ધ કરી. અલ્ટિનાના જીવનમાં એક વળાંક આવ્યો જ્યારે તેમને ફિફ્થ એવન્યૂ પરના કેટલાક સ્ટૉર્સમાં વિન્ડૉ ડ્રેસર તરીકે કામ કર્યું. આ સમય દરમિયાન તેમને સાલ્વાડૉર ડાલી અને જ્યૉર્જ ગ્રૉઝ જેવા પ્રખ્યાત કલાકારો સાથે સહયોગ કરવાની તક મળી, જેમણે તેમની કલાત્મક દ્રષ્ટિને ખૂબ પ્રભાવિત કરી અને ઘણું શીખ્યા.
આ રીતે "કેટ-આઇ" ફ્રેમનો વિચાર આવ્યો -
વિન્ડૉ ડિસ્પ્લે ડિઝાઇનર તરીકેના કાર્યકાળ દરમિયાન અલ્ટિના શિનાસીને "કેટ-આઇ" ચશ્માની ફ્રેમ્સનો વિચાર આવ્યો. તેમને જોયું કે મહિલાઓ માટે ચશ્માની ફ્રેમના સંદર્ભમાં ઘણા બધા ઓપ્શનો નથી. તેથી જ તેમને આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. બિલાડીની આંખ જેવી ફ્રેમ માટે, તેમને ઇટાલીના વેનિસમાં કાર્નેવેલ ફેસ્ટિવલ દરમિયાન પહેરવામાં આવતા હાર્લેક્વિન માસ્કમાંથી પ્રેરણા લીધી અને પ્રથમ પ્રોટૉટાઇપ બનાવ્યો. જોકે પ્રથમ પ્રોટૉટાઇપ કાગળનો હતો. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ થોડા સમયની શોધખોળ બાદ તેને એક દુકાનદારે તક આપી અને તેની ડિઝાઇન ખૂબ જ લોકપ્રિય બની. તેમના હાર્લેક્વિન ચશ્માએ 1930 અને 1940 ના દાયકાની વચ્ચે ભારે લોકપ્રિયતા મેળવી હતી અને તે મહિલા માટે એક પ્રતિષ્ઠિત ફેશન બની હતી. આજે પણ, કેટ-આઇ ફ્રેમ બજારમાં ખૂબ જ લોકપ્રિય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
