શોધખોળ કરો

Facebook પર તમારુ એકાઉન્ટ છે તો તરત જ કરી લો આ કામ, ઇગ્નોર કરનારા લોકો સાથે થઇ રહ્યું છે આ કૌભાંડ

Facebook Scam: જો તમારું ફેસબુક પર એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે

Facebook Scam: જો તમારું ફેસબુક પર એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જેમનો પાસવર્ડ નબળો હોય છે.

ઓનલાઈન કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. Whatsapp, Facebook, Insta અને Telegram, સ્કેમર્સ દરેક જગ્યાએ એક્ટિવ છે. તમારી થોડી બેદરકારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે જેઓ ફેસબુક એકાઉન્ટ હેક કરનારી કથિત મોટી ગેંગનો ભાગ હતા.

હેકર્સે કથિત રીતે નબળા પાસવર્ડ ધરાવતા લોકોને નિશાન બનાવ્યા અને પછી તે એકાઉન્ટ્સ દ્વારા તેમના ફ્રેન્ડલિસ્ટમાંથી લોકોનો કોન્ટેક્ટ કર્યો અને ઇમરજન્સી હોવાનો દાવો કરી પૈસા માંગ્યા હતા.  પોલીસે લોકોને તેમના ડિજિટલ એકાઉન્ટ પર મજબૂત પાસવર્ડ બનાવવાની અપીલ કરી છે. એવો પાસવર્ડ બનાવો જેને હેક કરવો મુશ્કેલ હોય.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જે 45 વર્ષથી વધુ ઉંમરના છે કારણ કે આ લોકો તેમના પાસવર્ડ વગેરે પર ધ્યાન આપતા નથી અને કેટલાક સામાન્ય પાસવર્ડ સેટ કરે છે. હેકર્સ આ પાસવર્ડ ક્રેક કરીને એકાઉન્ટ રીસેટ કરે છે. એકાઉન્ટ રીસેટ દરમિયાન ફેસબુક પાસવર્ડને ક્લોઝ ફ્રેન્ડ્સને મોકલે છે. એકવાર OTP લીધા પછી હેકર્સ એકાઉન્ટ પર કબજો કરી લે છે અને પછી ઇમરજન્સીના બહાને લોકો પાસેથી પૈસા લૂંટે છે.

આવા કૌભાંડોથી બચવા માટે તમારા તમામ ડિજિટલ એકાઉન્ટના પાસવર્ડને મજબૂત બનાવો અને કોઈપણ અજાણ્યા નંબર, મેસેજ, કૉલ અથવા લિંક વગેરેનો જવાબ ન આપો.

હાલમાં જ વૉટ્સએપ પર એક નવા પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં ઠગ લોકોને યુએસ કંપની સાથે સંકળાયેલા હોવાનું કહે છે, અને લોકોને ખોટા નોકરીનું વચન આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. સ્કેમર્સ લોકોને કૉલ કરવા અને SMS કરવા માટે યુએસ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સ્કેમર્સ લોકોને બૉસ અથવા સહકાર્યકરો અને કેટલીકવાર મોટી કંપનીઓના સીનિયર અધિકારીઓ જેવા કામ પરના મહત્વપૂર્ણ લોકો તરીકે ઓળખાવે છે અને આમ લોકોને તેમના વેબમાં આકર્ષિત કરે છે.

આઈએએનએસના અહેવાલ મુજબ, મુખ્ય શહેરની એક મોટી મીડિયા કંપનીમાં કામ કરતા કર્મચારીને કેટલીય નકલી આંતરરાષ્ટ્રીય કૉલ આવ્યા હતા. આ કૌભાંડમાં કૌભાંડી પોતાને એક મોટી કંપનીનો અધિકારી ગણાવે છે અને કામ સાથે સંબંધિત વ્યક્તિ સાથે વાત કરવાની પરવાનગી માંગે છે.

ટોપ સ્ટોરી

સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
CNG અને PNG મોંઘા થશે! સરકારે નેચરલ ગેસની કિંમત વધારી, 1 ઓક્ટોબરથી નવો દર લાગુ
CNG અને PNG મોંઘા થશે! સરકારે નેચરલ ગેસની કિંમત વધારી, 1 ઓક્ટોબરથી નવો દર લાગુ
સોનાના ભાવમાં એક સપ્તાહમાં 3,500 રૂપિયાનો ઘટાડો, જાણો 10 મોટા શહેરોના આજના લેટેસ્ટ ભાવ
સોનાના ભાવમાં એક સપ્તાહમાં 3,500 રૂપિયાનો ઘટાડો, જાણો 10 મોટા શહેરોના આજના લેટેસ્ટ ભાવ
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
IND A vs AUS A: 6 ઓક્ટોબરથી વનડે શ્રેણી શરૂ; હાર્દિક પંડ્યા બહાર, આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી
IND A vs AUS A: 6 ઓક્ટોબરથી વનડે શ્રેણી શરૂ; હાર્દિક પંડ્યા બહાર, આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી
BJP એ જાહેર કર્યા બંગાળ-ઉત્તરાખંડના રાજ્યસભા ઉમેદવાર, TMC છોડીને આવેલા કોયલ મલિકને મળી તક
BJP એ જાહેર કર્યા બંગાળ-ઉત્તરાખંડના રાજ્યસભા ઉમેદવાર, TMC છોડીને આવેલા કોયલ મલિકને મળી તક
CNG vs EV કાર: રોજ 50 કિમીનું ડ્રાઇવિંગ હોય તો શેમાં વધુ બચત થશે? સંપૂર્ણ ગણિત સમજો
CNG vs EV કાર: રોજ 50 કિમીનું ડ્રાઇવિંગ હોય તો શેમાં વધુ બચત થશે? સંપૂર્ણ ગણિત સમજો
Embed widget