શોધખોળ કરો

Facebook Blue Badge: એલોન મસ્કના રસ્તે માર્ક ઝકરબર્ગ! હવે ફેસબુક બ્લુ ટિક માટે ચૂકવવા પડશે ટ્વિટર કરતા વધુ પૈસા

Facebook Blue Tick: ટ્વિટરની જેમ હવે ફેસબુક પણ તેના ગ્રાહકો માટે વેરિફાઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ લાવ્યું છે. ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે આની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં ગ્રાહકોએ બ્લુ ટિક સેવા માટે ફેસબુકને પૈસા આપવા પડશે.

રવિવારે (19 ફેબ્રુઆરી) માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સેવા વિશે માહિતી આપી હતી. આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ લોન્ચ કરી રહ્યા છીએ, જે એક સબસ્ક્રિપ્શન સેવા છે જે તમને તમારા એકાઉન્ટને સરકારી ID વડે વેરિફાઇ કરવા દેશે.

ઝકરબર્ગના જણાવ્યા મુજબ, હવે ગ્રાહકો બ્લુ બેજ (બ્લુ ટિક), સેમ આઈ વાળા નકલી એકાઉન્ટ્સની સામે સુરક્ષા અને કસ્ટર સપોર્ટની સીધી ઍક્સેસ મેળવી શકશે. તેમણે કહ્યું કે આ નવું ફીચર ફેસબુકની સેવાઓમાં ઓથેન્ટિકેશન સિક્યોરિટી વધારવા વિશે છે.

ફેસબુક બ્લુ ટિક માટે કેટલી રકમ ચૂકવવી પડશે?

મેટા વેરિફાઈડ સર્વિસની જાહેરાત કરતી વખતે ઝકરબર્ગે યુઝર્સને એ પણ જણાવ્યું કે તેમને કેટલી રકમ ખર્ચ કરવી પડશે. ઝકરબર્ગના જણાવ્યા મુજબ, વપરાશકર્તાએ વેબ-આધારિત વેરિફાઈડ માટે દર મહિને 11.99 ડોલર (રૂ. 992.36) અને iOS પર સેવા માટે દર મહિને 14.99 ડોલર (રૂ. 1240.65) ચૂકવવા પડશે.

આ સેવા સૌથી પહેલા ક્યાંથી શરૂ થશે?

માર્ક ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર, મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન સેવા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ માટે આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આ સેવા અન્ય દેશો માટે પણ શરૂ થશે. Facebookની આ સેવા ભારતમાં ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.

ટ્વિટર કરતા ફેસબુકની બ્લુ ટિક મોંઘું

તમને જણાવી દઈએ કે ટ્વિટરને હસ્તગત કર્યા પછી, એલોન મસ્ક કંપનીમાં સુધારાવાદી પગલા તરીકે વેરિફાઈડ સબસ્ક્રિપ્શન સેવા લાવ્યા હતા. ટ્વિટરે વિવિધ દેશોમાં બ્લુ બેજ માટે અલગ-અલગ ફી રાખી છે. ભારતમાં, તમે સામાન્ય રીતે 900 રૂપિયા ખર્ચીને ટ્વિટરની બ્લુ ટિક મેળવી શકો છો. તે જ સમયે, ઝકરબર્ગે તાજેતરમાં તેમની સેવા માટે જે બે રેટ આપ્યા છે તે 900 રૂપિયાથી વધુ છે. જોકે, આવનારા દિવસોમાં ખબર પડશે કે ભારતીય યુઝર્સે ફેસબુક બ્લુ ટિક માટે કેટલી રકમ ચૂકવવી પડશે. એક યુઝરે ઝુકરબર્ગ પર કટાક્ષ કરતા કહ્યું, "બહુ થઈ ગયું! હું ટ્વિટર પર જઈ રહ્યો છું, જ્યાં બ્લુ ટીકની એક jpg માટે 8 ડોલર મહિને લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Embed widget