શોધખોળ કરો
Advertisement
માર્ક ઝુકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ, બે મહિનામાં સંપત્તિમાં થયો અધધ વધારો
માર્ક ઝુકરબર્ગે ભારતની રિલાયન્સ જિયોમાં આશરે 44 હજાર કરોડનું રોકાણ કર્યું છે.
નવી દિલ્હીઃ કોરોના કાળા કારણે વિશ્વભરના અર્થતંત્રમાં ભારે મંદી આવી છે. પરંતુ તેમ છતાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ વિશ્વના સૌથી ત્રીજા ધનવાન વ્યક્તિ બનવામાં સફળ થયા છે. તેમણે વોરેને બફેટને પાછળ રાખ્યા હોવાનું કહેવાય છે. છેલ્લા બે મહિનામાં માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં 30 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે હાલ માર્કની સંપત્તિ 89.1 ડોલર છે.
જો ઈન્ડેક્સમાં 3 મહિનાની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવે તો ફેબ્રુઆરી 22ના રોજ માર્કની સંપત્તિ 80.2 અબજ ડોલર હતી. જે બાદ તે ઘટીને માર્ચ મહિનામાં 56.3 ડોલર થઈ ગઈ હતી. પરંતુ જે બાદ તેમાં સતત વધારો જોવા મળ્યો છે. 22 મે સુધીમાં માર્કની સંપત્તિમાં આશરે 31.4 ડોલરનો વધારો થયો છે.
રિપોર્ટ પ્રમાણે માર્ક ઝુકરબર્ગે ભારતની રિલાયન્સ જિયોમાં આશરે 44 હજાર કરોડનું રોકાણ કર્યું છે. ફેસબુકે જિયોમાં 10 ટકા હિસ્સો ખરીદ્યો છે. ઉપરાંત ફેસબુકે ઓનલાઈન શોપિંગ ફીચર શોપ્સની પણ શરૂઆત કરી છે. CNBC ના રિપોર્ટ મુજબ, શોપ્સના કારણે ફેસબુકની કિંમત ઓલ ટાઈમ હાઈ 230 ડોલર સુધી પહોંચી છે.
ફેસબુકે ફીચરમાં વધારો કરતાં મેસેન્જર રૂમ્સમાં ગ્રુપ વીડિયો કોન્ફરન્સિંગની શરૂઆત કરી છે. જેમાં એક સાથે 50 લોકો વીડિયો કોલ કરી શકે છે. આ વીડિયો કોલ કોન્ફરન્સનો હિસ્સો બનવા માટે તમારું ફેસબુક આઈડી હોવું જરૂરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement