શોધખોળ કરો

Facebook પર કન્ટેન્ટ ક્રિએટર્સની થશે બલ્લે-બલ્લે, મળશે આટલા ડૉલરનુ ઇનામ

સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે (Facebook) જાહેરાત કરી છે, તે 2022 સુધી પોતાના સોશ્યલ નેટવર્ક પર કન્ટેન્ટ ક્રિએટર્સને એક અબજ ડૉલરથી વધુનુ રિવોર્ડ આપશે.

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે (Facebook) જાહેરાત કરી છે, તે 2022 સુધી પોતાના સોશ્યલ નેટવર્ક પર કન્ટેન્ટ ક્રિએટર્સને એક અબજ ડૉલરથી વધુનુ રિવોર્ડ આપશે. બુધવારે આ પહેલની જાહેરાત કરતા ફેસબુક તે સોશ્યલ નેટવર્ક પ્લેટફોર્મ્સમાં સામેલ થઇ ગયા, જે છેલ્લા એક વર્ષથી કન્ટેન્ટ ક્રિએટર્સને સારી એવી રકમ આપી રહ્યુ છે. આમાં ગૂગલની યુટ્યૂબ અને બાઇટડાન્સની ટિકટૉક સામેલ છે. આ કંપનીઓ દ્વારા પણ યૂઝર્સને સારી કન્ટેન્ટ માટે મોટી રકમ આપવામા આવે છે. 

એક અબજ ડૉલર સુધી રહેશે રિવોર્ડ- 
ફેસબુકે કહ્યું કે ક્રિએટર્સ પોતાની પ્રૉડક્ટ્સનો યૂઝ સારા એવા પૈસા કમાઇ શકશે. ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું- અમે લાખો કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એવુ પ્લેટફોર્મ બનાવી રહ્યાં છીએ જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા વર્ષ 2022 સુધી ક્રિએટર્સને સારા કન્ટેન્ટ માટે એક અબજ ડૉલર સુધીનુ રિવોર્ડ મળી શકશે. તેમને આગળ કહ્યું કે ક્રિએટર્સ પર રોકાણ કરવુ ફેસબુક માટે નવુ નથી, પરંતુ આને આગળ વધારવાને લઇને ખુબ ઉત્સાહિત છું. બહુ જલ્દી આના વિશે વધુ જાણકારી આપવામાં આવશે. 

સીરીઝ અંતર્ગત થશે પેમેન્ટ- 
કંપની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નવા બૉનસ ઇનિશિએટિવ સીરીઝ દ્વારા ક્રિએટર્સને પેમેન્ટ કરશે. બૉનસ પ્રૉગ્રામ ડેડીકેટેડ હબ હશે જે આ ગરમીમાં અંતમાં ઇન્સ્ટાગ્રામ એપની અંદર આ વર્ષના અંતમાં ફેસબુક એપમાં સામેલ થશે. 

ફરિયાદ થયાની 24 કલાકની અંદર બંધ કરવું પડશે ફેક એકાઉન્ટ, જાણો શું છે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા નિયમો-----
Facebook, Twitter, Instagram અને Youtube જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હવે જાણીતી પર્સનાલિટીઝ, પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા જાણીતા બિઝનેસમેન અને ત્યાં સુધી કે સામાન્ય વ્યક્તિની ફેક પ્રોફાઈલ પર પ્રતિબંધ લાગી શકશે. કેન્દ્ર સરકારે નવા આઈટી નિયમો અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદની 24 કતલાકની અંદર ફેક પ્રોફાઈલ બંધ કરવાનું ફરજિયાત કર્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ નિર્ણય નવા આઈટી નિયમોનો ભાગ છે. માટે સોશિયલ મીડિયા દિગ્ગજો આ પ્રકારની કોઈપણ ફરિયાદ મળ્યા બાદ તાત્કાલીક કાર્યવાહી કરવાની રહેશે.

નવા આઈટી નિયમોનો ભાગ છે આ નિર્ણય- 

જો કોઈ વ્યક્તિ પોતોના ફોલોઅર વધારવા અથવા પોતાના મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કોઈ જાણીતા ફિલ્મ સ્ટાર, કે એક્ટર કે ક્રિકેટર, અથવા રાજનેતા અથવા કોઈ અન્ય યૂઝરની તસવીરનો ઉપયોગ કરે છે તો તેના પર પ્રતિબંધ લાગશે. સત્તાવાર સૂત્રોએ જાણકારી આપી છે કે આ મામલે કોઈ વ્યક્તિને પોતાની તસવીર કે તેના ઉપયોગને લઈને વાંધો હોય તો ફરિયાદ કરી શકે છે. આ પ્રકારની જોગવાઈ સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા આઈટી નિયમોમાં સામેલ કરવામાં આવી છે. એવામાં જો વ્યક્તિ ફરિયાદ કરે તો તેની ફરિયાદનું નિવારણ સોશિયલ મીડિયા કંપનીએ કરવાનું રહેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાણીતી પર્સનાલિટીઝ, પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા જાણીતા બિઝનેસમેનના ફેક પ્રોફાઈલ એ મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ પાછળ અલગ લગ કારણ હોઈ શકે છે. આ પ્યોર પ્લે પેરોડી એકાઉન્ટથી લઈને મજાક અથવા ગુના કરવા અથવા નાણાંકીય ફ્રોડ કરવા માટે બનાવવામાં આવેલ ખાતા હોઈ શકે છે. કેટલાક એવા ખાતા લોકપ્રિય વ્યક્તિઓના પ્રશંસકો દ્વારા પણ બનાવવામાં આવે છે. જ્યારે કેટલાક બોટ્સના માધ્યમથી પણ ચલાવવામાં આવે છે. એક લોકપ્રિય વ્યક્તિની તસવીરને પોતાની પ્રોભાઈલ પિક્ચર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક ફેક પ્રોફાઈલ નજીકનો દાવો કરે અને કંઈક મેળવવા માટે મૂલ સામગ્રીને મોર્ફ કરીને કોઈ સેલિબ્રિટી-રાજનેતાની તસવીરમાં પોતાની તસવીર જોડી દે છે.

એક વેરિફાઈડ એકાઉન્ટ વિશે જાણકારી પણ મર્યાદિત છે. અનેક યૂઝર્સને ખબર નથી હોતી કે ટ્વિટર પર એક બ્લૂ ટિક, એક વેરિફાઈડ કરવામાં આવેલ એકાઉન્ટ દર્શાવે છે. નવા આઈટી નિયમમાં યુઝર્સને પોતાના ખાતાને વેરિફાઈ કરવાનો વિકલ્પ આપવાનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેને એક વોલિન્ટિયરી પ્રેક્ટિસ તરીકે રાખવામાં આવ્યા છે. આ આદેશ એવા પ્લેટફોર્મો માટે ફરજિયાત છે જેમને “મહત્ત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થો” તરીકે જોવામાં આવ્યા છે અથવા જેની પાસે 50 લાખથી વધારે યૂઝર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
Embed widget