શોધખોળ કરો
Advertisement
FAU-Gની આતુરતાનો અંત! આજે લોન્ચ થશે ‘દેશી PUBG’, અત્યાર સુધી થઈ ચુક્યા છે 40 લાખથી વધુ પ્રી રજિસ્ટ્રેશન
FAU G ને PUBG Mobile ગેમના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ગૂગલ પ્લે પર 40 લાખથી વધુ પ્રી રજિસ્ટ્રેશ મળી ચુક્યા છે.
નવી દિલ્હીઃ લાંબી રાહ જોયા બાદ અંતે FAUGની આતુરતાનો અંદ આવી ગયો છે. આજે એટલે કે 72માં ગણતંત્ર દિવસના અવસર પર FAU-G (Fearless and United Guards) ને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ગેમને દેશી PUBG ગણવામાં આવે છે. બેંગ્લોર બેસ્ડ nCore કંપની દ્વારા બનાવવામાં આવેલ આ ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે શરૂ કરવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોનમાં નહીં ચાલે FAU-G
દેશી PUBG એટલે કે FAU-G ગેમ એન્ડ્રોઈડ 8 અથવા તેનાથી અપગ્રેટેડ વર્ઝનને જ સપોર્ટ કરશે. જો તમે એન્ડ્રોઈડ 8થી જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય તો તમારા સ્માર્ટફોનમાં FAU-G ડાઉનલોડ નહીં કરી શકાય. સાથે જ FAU-G ગેમ iOS બેસ્ડ iPhone અને iPads માટે રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ નથી.
લૉન્ચ પહેલા જ 40 લાખ થી વધુ પ્રી રજિસ્ટ્રેશન
FAU G ને PUBG Mobile ગેમના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ગૂગલ પ્લે પર 40 લાખથી વધુ પ્રી રજિસ્ટ્રેશ મળી ચુક્યા છે. FAU G ના ડેવલપ nCore એ આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગેમનું પ્રી રજિસ્ટ્રેશન નવેમ્બરના અંતમાં શરુ કરવામાં આવ્યું હતું.
FAU G ગેમ લોન્ચ થયા બાદ યુઝર્સ તેને સીધા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. સાથે જ ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. હાલમાં FAU G ગેમની ઓફિશિય વેબસાઈટ લોન્ચ થવાની બાકી છે.
ગેમને કઇ રીતે કરશો ડાઉનલૉડ
FAU-G ગેમના લૉન્ચ થયા બાદ યૂઝર્સ આને સીધી એપ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકશે. સાથે ગેમ ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ ડાઉનલૉડ કરવામાં આવી શકશે. હાલ FAU-G ગેમની ઓફિશિયલ વેબસાઇટ લૉન્ચ થવાની બાકી છે. ગેમ સાથે જોડાયેલી જાણકારી ગેમના પ્રમૉટર્સ nCore ગેમ્સના માધ્યમથી મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion