Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
સરકારે ટ્રાફિક ચલણના નામે થઈ રહેલા મોટા ફ્રોડ અંગે ચેતવણી જારી કરી છે. MeitY એ લોકોને આવા ખોટા મેસેજ અને ઈ મેઈલથી સાવધાન રહેવા કહ્યું છે.
સરકારે સાયબર ફ્રોડને લઈને એક નવું સ્કેમ એલર્ટ જારી કર્યું છે. સાયબર અપરાધીઓ લોકોને આ દિવસોમાં ટ્રાફિક ચલણના નામે છેતરી રહ્યા છે. IT મંત્રાલયે લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે આના કારણે લોકો સાથે લાખોનું ફ્રોડ થઈ રહ્યું છે. લોકોને ઈ ચલણની ચુકવણી કરવા માટે એક ખોટી લિંક મોકલવામાં આવે છે, જેના જાળમાં ફસાઈને લોકો સાથે મોટું ફ્રોડ કરવામાં આવે છે.
સરકારે પોતાની ચેતવણીમાં જણાવ્યું છે કે લોકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગેના મેસેજ, ઈ મેઈલ કે ખોટી એપનું નોટિફિકેશન મોકલવામાં આવી રહ્યું છે. આપેલા મેસેજમાં લોકોને ઈ ચલણની બાકી રકમ ભરવા માટે કહેવામાં આવે છે. મોકલેલા મેસેજમાં એક ખોટી લિંક હોય છે, જેના દ્વારા લોકોને ચલણની ચુકવણી કરવા માટે કહેવામાં આવે છે. ક્યારેક તો હેકર્સ લોકોને મેસેજ કે ઈ મેઈલમાં ખોટી એપ ડાઉનલોડ કરવાની લિંક પણ મોકલે છે. ઘણા લોકો સાયબર અપરાધીઓના આ જાળમાં ફસાઈ જાય છે અને પોતાની કમાણી ગુમાવી દે છે.
આ રીતે બનાવે છે નિશાન
લોકોને ખોટા મેસેજ મોકલીને ડરાવવામાં આવે છે, જેમાં લોકોને ચલણ ન ભરવાના કારણે વાહન જપ્ત કરવાની વાત કહેવામાં આવે છે. લોકો ડરીને કોઈપણ વેરિફિકેશન વગર હેકર્સના જાળમાં ફસાઈ જાય છે.
હેકર્સ મેસેજ કે ઈ મેઈલ દ્વારા લોકોને ખોટી લિંક મોકલી રહ્યા છે. આ લિંક પર ક્લિક કરવાથી સરકારી વેબસાઈટ જેવી જ દેખાતી વેબસાઈટ ખુલે છે. આ કારણે લોકો સહેલાઈથી હેકર્સના જાળમાં ફસાઈ જાય છે અને તેમની સાથે ફ્રોડ થઈ જાય છે.
ઘણી વખત મેસેજમાં લોકોને ખોટો ફોન નંબર મોકલવામાં આવે છે, જેના પર કૉલ કરવાથી હેકર્સને કૉલ કનેક્ટ થાય છે. હેકર્સ સોશિયલ એન્જિનીયરિંગનો સહારો લઈને લોકોને પોતાના જાળમાં ફસાવી લે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે.
આ રીતે બચો
સ્કેમર્સના જાળમાં પોતાને ફસાવવાથી બચવા માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. તમે મેસેજ કે ઈ મેઈલમાં આવેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરો. વેરિફિકેશન વગર તમે કોઈપણ માહિતી શેર ન કરો.
મેસેજ કે મેઈલ મોકલનાર વ્યક્તિને વેરિફાઈ કર્યા વગર તમે મેસેજ અને ઈ મેઈલને અવગણો. જો, તમે ભૂલથી કોઈ લિંક ખોલી પણ દીધી હોય તો આપેલી વેબસાઈટને સૌથી પહેલા વેરિફાઈ કરી લો.
આ પ્રકારના ઈ ચલણ કે કોઈપણ સરકારી નોટિસ કોઈ અધિકૃત ઈ મેઈલથી આવે છે. આવા સમયે મોકલનારનું ઈ મેઈલ અને સેન્ડરનો નંબર પહેલા વેરિફાઈ કરો.
તમારી વ્યક્તિગત માહિતી, બેંક ડિટેલ્સ વગેરે ક્યારેય પણ, કોઈની સાથે શેર ન કરો.
આ પણ વાંચોઃ