એસરે હાઇટેક ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યુ Laptop, જાણો બેટરીથી લઇને ડિસ્પ્લે સુધીના ગજબ ફિચર્સ વિશે............
એસરના આ નવા Acer Aspire Vero લેપટોપને તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત સાથે ખરીદી શકો છો.
નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં વધુ એક કંપનીએ પોતાનુ સસ્તુ લેપટૉપ લૉન્ચ કરી દીધુ છે. એસર (Acer) એ હાઇટેક ટેકનોલૉજી વાળુ પોતાનુ નવુ Acer Aspire Vero લેપટૉપ લૉન્ચ કરી દીધુ છે. આના ખાસિયત છે કે આ લેપટોપ કાર્બન ઇમિશન્સને ઓછું કરે છે, કારણ કે આમાં કંપનીએ પોસ્ટ-કંઝૂમર રીસાઇકિલ્ડ (PCR) પ્લાસ્ટિક ચૈસી (chassis) નો યૂઝ કર્યો છે. એટલુ જ નહીં કંપનીએ આમાં બીજા કેટલાય ફિચર્સને અપડેટ કર્યા છે.
શું છે આ નવા લેપટૉપની કિંમત-
એસરના આ નવા Acer Aspire Vero લેપટોપને તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત સાથે ખરીદી શકો છો. આને એસરના ઓનલાઇન અથવા એક્સલૂસિવ સ્ટોર અને અન્ય રીટેલર સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે.
Acer Aspire Veroમાં શું છે ફિચર્સ
આ લેપટૉપમાં 15.6 ઇંચની ફૂલ એચડી આઇપીએસ એલઇડી-બેકલિટ ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે, જે 1,920 x 1,080 પિક્સલના રિઝોલ્યૂવેશન વાળી છે. 4.50GHzના ક્વાડ-કોર ઇંટેલ કોર i5-1155G7 પ્રોસેસર પર કામ કરનાર આ લેપટોપમાં તમને ઇંટેલ આઇરિસ Xe ગ્રાફિક્સ સપોર્ટ પણ મળશે. આ લેપટૉપમાં પીસીઆર પ્લાસ્ટિક ચેસીસ (PCR Plastic Chassis) છે, જેના પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્બન ઇમિશન્સને 21% સુધી ઓછું કરી દે છે. કંપનીના હિસાબથી આ પીસીઆર પ્લાસ્ટિકને સ્ક્રીનના બેજેલ અને 50% કીકૈપ્સ પર પણ ઉપયોગ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કંપની Acer Aspire Vero લેપટૉપમાં 48Whr ની બેટરીથી છે, એકવાર ચાર્જ કરવાથી આ લેપટોપને 10 કલાક સુધી યૂઝ કરી શકાય છે. આ લેપટોપ 65Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત
અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત