Apple iPhone 14 Launch: Apple Watch અને AirPods બાદ લોન્ચ થયો iPhone 14
કંપની Apple Watch Series 8, Apple Watch Pro અને AirPods Pro 2 પણ લોન્ચ કરશે
LIVE
Background
Apple Event 2022 Live Updates: Apple પ્રેમીઓ માટે આખરે તે સમય આવી ગયો છે જ્યારે કંપની ભારતમાં iPhone 14 લૉન્ચ કરવા જઈ રહી છે. લોકો આ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે કંપની Apple Watch Series 8, Apple Watch Pro અને AirPods Pro 2 પણ લોન્ચ કરશે. લોન્ચિંગ ઇવેન્ટ કેલિફોર્નિયામાં છે, પરંતુ તે લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. અમે તમને આ લાઈવ બ્લોગ દ્વારા આ ઘટના વિશે માહિતી આપી રહ્યા છીએ.
iPhone 14 Plus ની કિંમતનો ખુલાસો
iPhone 14 Plusની કિંમત 899 ડોલરથી શરૂ થશે. આ માટે 9 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર બુકિંગ કરાવી શકાશે. પ્લસ મોડલનું વેચાણ આવતા મહિને 16 ઓક્ટોબરથી શરૂ થશે.
iPhone 14માં 48 મેગાપિક્સલનો કેમેરો
iPhone 14માં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. જો કે કેમેરા સેટઅપ જુનો લાગે છે, પરંતુ આ વખતે પણ કંપનીએ કેમેરામાં ઘણો સુધારો કર્યો છે. કેમ કે કેમેરા સેન્સર નવા છે. Appleનું કહેવું છે કે લો લાઇટ કેપ્ચરમાં પણ 49 ટકા સુધારો કરવામાં આવ્યો છે. આમાં રિયર કેમેરા અલ્ટ્રા-વાઇડ છે. ફ્રન્ટ કેમેરામાં 38 ટકા સારું લો લાઇટ પરફોર્મન્સ અને ઓટોફોકસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
iPhone 14 માં સિમ કાર્ડ સ્લોટ ઉપલબ્ધ રહેશે નહીં
આ વખતે કંપનીએ iPhone 14 સાથે સિમ કાર્ડ સ્લોટ હટાવી દીધો છે. જો કે આ માત્ર અમેરિકા માટે જ હશે, ભારતીય મોડલમાં સિમ કાર્ડ સ્લોટ આપી શકે છે. iPhone 14 માત્ર E-SIM પર જ કામ કરશે.
iPhone 14 પાંચ કલરમાં મળી શકે છે
Appleનો દાવો છે કે iPhone 14 ઝડપી છે. Apple iPhone 14 પાંચ કલર્સમાં મળશે. જેમાં મિડનાઇટ, સ્ટારલાઇટ, બ્લુ, પર્પલ અને રેડનો સમાવેશ થાય છે.
આઇફોનમાં પ્રથમ વખત ચિપને રિસાઇકલ કરવામાં આવી
Appleનું કહેવું છે કે iPhone 14 અને iPhone 14 Plus iPhoneમાં શ્રેષ્ઠ બેટરી લાઇફ ઓફર કરે છે પરંતુ, પ્રથમ વખત પ્રોસેસર એ જ રહેશે. બંને ગયા વર્ષની A15 બાયોનિક ચિપ પર ચાલે છે. આ પહેલીવાર છે જ્યારે Appleએ iPhoneમાં ચિપને રિસાયકલ કરી હોય. iPhone 14માં A15 Bionic ચિપસેટ આપવામાં આવી છે. આ જ પ્રોસેસર iPhone 13માં પણ આપવામાં આવ્યું છે, જોકે કંપનીનું કહેવું છે કે આ પ્રોસેસરમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો છે.