શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટની વચ્ચે 15 એપ્રિલે એપલ લૉન્ચ કરશે આ દમદાર iPhone, જાણો કિંમત અને ફિચર્સ વિશે
આ પહેલા 31 માર્ચે કંપની આ ફોનને લૉન્ચ કરવાની હતી, જોકે બાદમાં લૉન્ચિંગને ટાળી દેવામાં આવી હતી. બાદમાં તારીખ બદલીને 3 એપ્રિલ થઇ અને હવે ચર્ચા 15 એપ્રિલના લૉન્ચિંગની ચાલી રહી છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે, ત્યારે ટેક દિગ્ગજ એપલ પોતાનો દમદાર ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચર્ચા છે કે આગામી 15 એપ્રિલે એપલ કંપની પોતાનો Apple iPhone SE 2 કે iPhone 9 લૉન્ચ કરી શકે છે.
આ પહેલા 31 માર્ચે કંપની આ ફોનને લૉન્ચ કરવાની હતી, જોકે બાદમાં લૉન્ચિંગને ટાળી દેવામાં આવી હતી. બાદમાં તારીખ બદલીને 3 એપ્રિલ થઇ અને હવે ચર્ચા 15 એપ્રિલના લૉન્ચિંગની ચાલી રહી છે. જાણો ફોનમાં શું છે ખાસિયત......
iPhone SE 2 કે iPhone 9 ખાસિયતો....
રિપોર્ટ પ્રમાણે, આ સસ્તા આઇફોનનું નામ કંપનીએ હજુ સુધી કન્ફોર્મ નથી કર્યુ, પણ માની શકાય છે કે, આ ફોન iPhone SE 2 કે iPhone 9 હોઇ શકે છે.
આ અપકમિંગ ફોનની કિંમત વિશે જોઇએ તો, એપલ એનાલિસ્ટ Ming-Chi Kuo, iPhone SE 2ની શરૂઆતી કિંમત $399 (લગભગ 30,400 રૂપિયા) હશે, આની કિંમતમાં વર્ષ 2016માં iPhone SEને પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
આમાં આઇફોન 8 જેવી ડિઝાઇન આપવામાં આવી છે, સાથે આમાં ટચ આઇડી પણ હશે, સંભવિત સ્પેશિફિકેશનમાં આમાં એ13 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે. iPhone SE 2ના ફ્રન્ટમાં 4.7-ઇંચ ડિસ્પ્લે હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
જામનગર
Advertisement