શોધખોળ કરો
અમેઝોન પર મેગા સેલ, આ પ્રૉડક્ટ્સ પર મળી રહ્યું છે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર વિશે.......
3 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સેલમાં કેટલીય પ્રૉડક્ટ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આમાં સ્માર્ટફોન્સ પણ સામેલ છે. આ પ્રૉડક્ટ્સ પર 50 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો ઓફર વિશે......

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપની અમેઝોન પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે મેગા સેલ લઇને આવી છે. અમેઝોન પર અત્યારે Mega Salary Days સેલ શરૂ થઇ ચૂક્યો છે. 3 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સેલમાં કેટલીય પ્રૉડક્ટ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આમાં સ્માર્ટફોન્સ પણ સામેલ છે. આ પ્રૉડક્ટ્સ પર 50 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો ઓફર વિશે...... મળી રહી છે ઓફર.... અમેઝોન સેલમાં બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ ઇએમઆઇ પર 10 ટકાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જોકે ગ્રાહકોને આ ફાયદો ત્યારે આપવામાં આવશે જ્યારે તે 7500 કે તેનાથી ઉપરની ખરીદી કરશે. આ ઉપરાંત આ પ્રૉડક્ટ્સનુ પેમેન્ટ બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડથી કરવાથી તમને 1250 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. એટલુ જ નહીં બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ ઇએમઆઇનુ ઓપ્શન સિલેક્ટ કરવા પર 1500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ પણ તમે મેળવી શકો છો. આ પ્રૉડક્ટ્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ..... અમેઝોનની આ સેલમાં હૉમ એમ્લાયન્સેસ પર 50 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં વૉટર પ્યૂરિફાયર, મિક્ચર ગ્રાઇન્ડર જેવી કામની વસ્તુઓ સામેલ છે. તમે વૉટર પ્યૂરિફાયરને 2399 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે ખરીદી શકો છો. વળી માઇક્રોવેબ ઓવન પર 40 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ ટીવી પર 30 ટકા સુધીની છૂટ મળી રહી છે. સ્પીકર્સ ખરીદવાનો છે બેસ્ટ મોકો..... આ પ્રૉડક્ટ્સ ઉપરાંત આ સેલમાં સ્પીકર્સ પર પણ 50 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વળી DSLR અને મિરરલેસ કેમેરા પર કંપની તરફથી 12 મહિના નૉ કૉસ્ટ ઇએમઆઇની સુવિધા આપવામાં આવી રહી છે. આ સેલમાં તમને શૂટ કેમેરા 27,990 રૂપિયામાં મળી શકે છે.
વધુ વાંચો




















