શોધખોળ કરો
Advertisement
આજથી અમેઝોન-ફ્લિપકાર્ટ પર શરૂ થઇ રહ્યો છે મોટો સેલ, જાણો આ કેમ છે ખાસ
આ કંપનીઓએ એકબીજા સાથેની ટક્કર સાથે સાથે હવે જિઓમાર્ટ સાથે પણ ટક્કર લેવી પડશે. કેમકે જિયોમાર્ટે બજારમાં ઉતર્યા બાદ તાજેતરમાંજ 200 શહેરોમાં ગ્રૉસરી ડિલીવરી સર્વિસ શરૂ કરી દીધી છે
નવી દિલ્હીઃ દેશની બે મોટી ઇ-કોમર્સ કંપનીઓ આજથી એક મોટો સેલ શરૂ કરવા જઇ રહી છે. કોરોના વાયરસ ફેલાયા બાદ આ પહેલો એવો મોકો છે, જ્યારે આ કંપનીઓ આ પ્રકારનો સેલ શરૂ કરી રહી છે. અમેઝોન આ માટે અમેઝોન પ્રાઇમ ડે સેલ (Amazon Prime Day Sale) લઇને આવ્યુ છે, જે બે દિવસ ચાલશે, વળી ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ (Flipkart Big Saving Days sale) શરૂ કરી રહ્યું છે, જે 10 ઓગસ્ટ સુધી ચાલશે.
આ કંપનીઓએ એકબીજા સાથેની ટક્કર સાથે સાથે હવે જિઓમાર્ટ સાથે પણ ટક્કર લેવી પડશે. કેમકે જિયોમાર્ટે બજારમાં ઉતર્યા બાદ તાજેતરમાંજ 200 શહેરોમાં ગ્રૉસરી ડિલીવરી સર્વિસ શરૂ કરી દીધી છે. આ બન્ને સેલમાં ખાસ ડિસ્કાઉન્ટ, કેશબેક અને નવા લૉન્ચિંગ છે
કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આજથી શરૂ થઇ રહેલી સેલમાં હાઇજીન અને સેફ્ટીનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અમેઝોને આ માટે વર્ચ્યૂઅલ ઓપરેશન્સ રૂમ્સ બનાવ્યા છે. અમેઝોનના કર્મચારીઓ દેશના અલગ અલગ ભાગોમાંથી એકસાથે આ વર્ચ્યૂઅલ ઓપરેશન રૂમ્સમાંથી કામ કરશે. આ ઉપરાંત કંપનીએ ડિમાન્ડને પુરી કરવા માટે પોતાના પેકર્સ, સોર્ટ્સ અને ડિલીવરીમેનની આખી ટીમ તૈયાર કરી છે.
અમેઝોને આ સેલ માટે થોડાક સમયમાં જ 10 ફૂલફિલમેન્ટ સેન્ટર ખોલી દીધા છે. સાથે કંપનીએ 50 હજાર અસ્થાઇ કર્મચારીઓની ભરતી કરી છે. આની સાથે કંપની કન્ટેનમેન્ટ ઝૉન અને રેડ ઝૉન પર સતત નજર રાખી રહી છે, જેથી કોરોના સંક્રમણને લઇને સ્ટ્રેટેજીને બદલી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement