શોધખોળ કરો
ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ છે આ પાંચ ફોન, 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે હાઇ ક્વૉલિટી કેમેરા સેટએપ, જુઓ લિસ્ટ
જો તમે એક હાઇ ક્વૉલિટી કેમેરા ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં બેસ્ટ પાંચ ઓપ્શન અવેલેબલ છે, જેની કિંમત 20000 રૂપિયાથી પણ ઓછી છે

પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ આજનો જમાનો સોશ્યલ મીડિયા છે, અહીં દરેક લોકો પોતાની ખાસ ઇમેજો અને ખાસ ઇવેન્ટોની ઇમેજો શેર કરતા રહે છે. આ માટે યૂઝર્સને એક સારા કેમેરા ફોનની જરૂર રહે છે. માર્કેટમાં અત્યારે ઘણીબધી કંપનીઓના બેસ્ટ કેમેરા વાળા ફોન અવેલેબલ છે. જો તમે એક હાઇ ક્વૉલિટી કેમેરા ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં બેસ્ટ પાંચ ઓપ્શન અવેલેબલ છે, જેની કિંમત 20000 રૂપિયાથી પણ ઓછી છે. બેસ્ટ કેમેરા સેટઅપ વાળા સ્માર્ટફોન Redmi Note 9 Pro આ ફોનની કિંમત 13999 રૂપિયા છે, કેમેરાની વાત કરીએ તો આમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 48 + 8 + 5 + 2 મેગાપિક્સલનો ક્વૉડ પ્રાઇમરી કેમેરો એલઇડી ફ્લેશની સાથે છે, આ ફોનમાં 16 એમપી ફ્રન્ટ કેમેરો આપાવામાં આવ્યો છે. Realme 6 Pro આ ફોનની કિંમત 17999 રૂપિયા છે, કેમેરાની વાત કરીએ તો આમાં રિયરમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો અને એક 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. આ ઉપરાંત સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અવેલેબલ છે. Realme X2 આ ફોનની કિંમત 17999 રૂપિયા છે. આમાં ફોટોગ્રાફી માટે ચાર રિયર કેમેરા છે, જેમાં 64MP+8 MP+2MP+2MP લેન્સ છે, જ્યારે આના ફ્રન્ટમાં 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Oppo F15 આ ફોનની કિંમત 15990 રૂપિયા છે. આમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં મેન કેમેરો 48 મેગાપિક્સલનો, બીજો લેન્સ 8 મેગાપિક્સનો, ત્રીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ માટે અને ચોથો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. આ ઉપરાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Samsung Galaxy M31s આ ફોનની કિંમત 18499 રૂપિયા છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન ખાસ છે. આમાં ચાર કેમેરા સેટઅપ છે જેમાં એક 64 મેગાપિક્સલનો કેમેરો, બીજો 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ, ત્રીજો 5 મેગાપિક્સલનો ડેપ્થ અને ચોથો પણ 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. વળી સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ વાંચો




















