ગજબ ઓફર્સ લઈને આવ્યું Amazon, સસ્તામાં ખરીદી શકો છો iPhone 15, ક્રેક કરવી પડશે Deal
જો તમે iPhone લવર છો અને તેને સસ્તામાં ખરીદવા માંગો છો, તો તમે તેને ઈ-કોમર્સ સાઈટ Amazon પરથી સસ્તા ભાવે ખરીદી શકો છો.
iPhone 15 on discount: જો તમે iPhone લવર છો અને તેને સસ્તામાં ખરીદવા માંગો છો, તો તમે તેને ઈ-કોમર્સ સાઈટ Amazon પરથી સસ્તા ભાવે ખરીદી શકો છો. આ માટે તમારે માત્ર એમેઝોન પર ડીલ ક્રેક કરવી પડશે. તમને જણાવી દઈએ કે, iPhone 14 ની સરખામણીમાં iPhone 15માં ઘણા શાનદાર ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. iPhone 15 બજારમાં iOS 17.4.1 અપડેટ સાથે ઉપલબ્ધ છે. આ અપડેટમાં એવા ઘણા ફીચર્સ છે, જે યુઝર્સને આકર્ષે છે. iPhone 13 અને iPhone 14 વચ્ચે બહુ ફરક નથી. જો તમને iPhone 15 ખરીદવો મોંઘો લાગી રહ્યો છે, તો તમારી પાસે Amazon પરથી તેને સસ્તામાં ખરીદવાની તક છે. તમને વિગતો જણાવીએ.
Amazon પર સૌથી ઓછી કિંમત
iPhone 15 ની Amazon પર સૌથી ઓછી કિંમત છે. 128GB મૉડલની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, પરંતુ હાલમાં તે Amazon પર માત્ર 72,690 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ 7,210 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ છે. તેના પર તમે ICICI અને SBI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર 6,000 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તો જો તમારી પાસે આમાંથી કોઈ કાર્ડ છે તો તમે iPhone 15 માત્ર રૂ. 66,900માં ખરીદી શકો છો. આ ઓફર ક્યારે સમાપ્ત થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
જૂના ફોન પર મહત્તમ ₹27,550 સુધીનું ડિસ્કાઉન્ટ
એમેઝોન પર iPhone 15 Pro Max પર પણ સારો સોદો છે. તમે તેને ₹1,48,900માં ખરીદી શકો છો, જે તેની લોન્ચિંગ કિંમત ₹1,59,900 કરતાં ₹11,000 ઓછી છે. આ સિવાય, તમે SBI અને અન્ય ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર ₹3,000 નું વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત, તમે તમારા જૂના ફોન વેચી દેવા પર મહત્તમ ₹27,550 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
iPhone 15 Plusની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તે હવે 128GB મૉડલ માટે ₹80,990માં ઉપલબ્ધ છે, જે તેની મૂળ કિંમત ₹89,990 કરતાં ઓછી છે. iPhone 15 પર ચાલતી બેંક ડિસ્કાઉન્ટ ઓફર એ જ રીતે પ્લસ મોડલ પર પણ લાગુ થાય છે.
Appleએ iPhone 15 Pro સિરીઝમાં બે હેન્ડસેટ લોન્ચ કર્યા છે અને બંને ફોનમાં સ્ક્રીન સાઈઝ અલગ-અલગ છે. iPhone 15 Proમાં 6.1 ઇંચનો ડિસ્પ્લે અને iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચનો સ્ક્રીન ડિસ્પ્લે છે. બંને હેન્ડસેટમાંમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળશે જે વધુ સારો ગેમિંગ એક્સપીરિયંસ અને સ્ક્રોલિંગ એક્સપીરિયંસ આપે છે.
iPhone 15 Pro સિરીઝમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઈમરી કેમેરા લેન્સ 48MPનો છે. આમાં 24 mm ફોકલ લેન્થ સાથે f/1.78 અપાર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જબરદસ્ત કેમેરા સેટઅપ સાથે 2nd જનરેશન સેન્સર શિફ્ટ OIS આપવામાં આવ્યું છે. ઓપ્ટિકલ ઝૂમ સાથે ફોકસ માટે liDAr સ્કેનર પણ મળશે જે ઓછી લાઈટમાં પણ વધુ સારી ફોટોગ્રાફીનું ફીચર આપશે. બેક પેનલ પર અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા લેન્સ સાથે મેક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.