શોધખોળ કરો
Advertisement
બીજા લોકોને ખબર ન પડે તે રીતે WhatsApp Status જોવા માટે અપનાવો આ ખાસ ટ્રિક
આપણે જેનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરીએ છીએ તેની તેને ખબર પડી જાય ચે કે કઈ કઈ વ્યક્તિએ તેનો વોટ્સએપ સ્ટેટસ ચેક કર્યું છે.
કોવિડ-19ને કારણે હાલમાં લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર લોકો પોતાના પરિવાર અને ફ્રેન્ડ્સને કનેક્ટ કરે છે. એવામાં આપણે અન્યના પ્રોફાઈલ અને સ્ટેટસ પણ ચેક કરીએ છીએ. આપણે જેનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરીએ છીએ તેની તેને ખબર પડી જાય ચે કે કઈ કઈ વ્યક્તિએ તેનો વોટ્સએપ સ્ટેટસ ચેક કર્યું છે. એવામાં ઘણી વખત આણે સ્ટેટસ ચેક તો કરવા માગીએ છીએ પરંતુ એ પણ ઇચ્છીએ છીએ કે સામેવાળી વ્યક્તિને તેની ખબર ન પડે. તો આજે અમે તમને વોટ્સએપની એક એવી જ ટ્રિકે વિશે જણાવી રહ્યા છીએ જેનાથી તમે કોઈનું પણ વોટ્સએપ સ્ટેટસ જોઈ શકો છો અને સામેવાળી વ્યક્તિને તેની ખબર પણ ન પડે.
તમારે તમારા વોટ્સએપ પર આ ટ્રિકનો ઉપયોગ કરવા માટે Read receipt ફીચરનો ઉપોયગ કરવાનો રહેશે. જેનાથી આપણને ખબર પડે છે કે મેસેજ રિસીવર સુધી પહોંચ્યો છે કે નહીં. મેસેજ વાંચ્યા બાદ આ ટિક માર્ક બ્લૂ કલરું થઈ જાય છે. જો Read receipt ફીચરને ડિસેબલ કરવામાં આવે તો મેસેજ મોકલનાર પર માત્ર ટિક માર્ક જોવા મળસે. તેને એ ખબર નહીં પડે કે મેસેજ વાંચવામાં આવ્યો છે કે નહીં. ઉપરાંત જો તમાર વોટ્સએપ સ્ટેટસ કોઈને ખબર ન પડે તે રીતે વાંચવું છે તો તમારે આ ફીચરને ડિસેબલ કરવાનું રહેશે. આમ કરવાથી તમે કોઇનું સ્ટેટસ જોઈ શકશો તો તેને ખબર નહીં પડે પરંતુ તેનાથી તમે પણ એ નહીં જાણી શકો કો તમારું સ્ટેટસ કોણે કોણે જોયું છે. આવો જાણીએ આ રીડ રિસિપ્સ ફીચરને કેવી રીતે ડિસેબલ કરશો.
1– Read receipt ફીચરને ડિસેબલ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપનું સેટિંગ ઓપન કરો.
2– સેટિંગમાં તમારા એકાઉન્ટ સેક્સન પર જઈને પ્રાઈવેસ પર ક્લિક કરવાનું રહેશે.
3– અહીં તમને Read receiptનું ઓપ્શન જોવા મળશે જેને તમારે ડિસેબલ કરવાનું રહેશે.
4- Read receipt ફીચરને ડિસેબલ કર્યા બાદ તમે જે કોઈ વ્યક્તિનું પણ વોટ્સએપ સ્ટેટસ જોશો તેને તેની જાણકારી નહીં થાય.
5- જોકે તમને પણ એ ખબર નહીં પડે કે તમારું સ્ટેટસ કોણો કોણે જોયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion