Elon Musk: એલન મસ્કની ભેટ, આ X યુઝર્સને મફતમાં મળશે પ્રીમિયમ સર્વિસ
Elon Musk: મસ્કએ X ની પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ સેવાઓ મફતમાં આપવાની જાહેરાત કરી છે.
Elon Musk: જ્યારથી એલન મસ્કે X (જૂનું નામ ટ્વિટર) ની બાગડોર સંભાળી છે ત્યારથી તેઓ આ પ્લેટફોર્મમાં સતત ફેરફારો કરી રહ્યા છે અને દરરોજ કેટલીક નવી સુવિધાઓ અથવા અપગ્રેડની જાહેરાત કરતા રહે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. એલન મસ્કએ X ની પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ સેવાઓ મફતમાં આપવાની જાહેરાત કરી છે.
Going forward, all 𝕏 accounts with over 2500 verified subscriber followers will get Premium features for free and accounts with over 5000 will get Premium+ for free
— Elon Musk (@elonmusk) March 28, 2024
પ્રીમિયમ સર્વિસ મફતમાં ઉપલબ્ધ થશે
જો તમે એક્સ એટલે કે ટ્વિટરનો ઉપયોગ કરો છો હવે મસ્કે તેના યુઝર્સને ફ્રી પ્રીમિયમ સર્વિસ આપવાની જાહેરાત કરી છે. જો કે એલન મસ્કે આ માટે એક શરત પણ મુકી છે. ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
મસ્ક તે અંગે એક પોસ્ટ કરી હતી. મસ્કે જાહેરાત કરી હતી કે જે યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઓછામાં ઓછી 2500 હશે તેમને મફતમાં પ્રીમિયમ સર્વિસ સબ્સક્રિપ્શન મળશે. જે યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઓછામાં ઓછી 5000 હશે તેમને પ્રીમિયમ પ્લસ સેવાનું મફત સબ્સક્રિપ્શન મળશે.
જેમ જેમ ફોલોઅર્સ વધતા જશે તેમ તેમ સુવિધાઓ વધશે
OpenAI સાથે વધતી સ્પર્ધા વચ્ચે મસ્કએ બુધવારે પુષ્ટી કરી કે Grok AI ચેટ જે અત્યાર સુધી માત્ર X પ્રીમિયમ+ યુઝર્સ માટે ઉપલબ્ધ હતી, તે ટૂંક સમયમાં પ્રીમિયમ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે. આનો અર્થ એ છે કે સામાન્ય X યુઝર્સ તેમના એકાઉન્ટ પર 2500 ફોલોઅર્સ રાખીને પ્રીમિયમ સેવા દ્વારા Grok AI ચેટબોટ સેવાનો ઉપયોગ કરી શકશે.
ગયા વર્ષના અંતે મસ્કએ એક્સના બેઝિક એટલે કે પ્રીમિયમ પ્લાનનો પ્રારંભિક દર મહિને 244 રૂપિયા અથવા પ્રતિ વર્ષ 2590 રૂપિયા નક્કી કર્યો હતો. X પ્રીમિયમ પ્લસના સબ્સ્ક્રિપ્શનનો પ્રારંભિક દર મહિને 1300 રૂપિયા અથવા દર મહિને 13 600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે એક્સના યુઝર્સને પ્રીમિયમ સર્વિસમાં અનેક ખાસ બિનિફિટ્સ મળે છે જેમને તેના પ્રોફાઇલ પર જાહેરખબરોની સંખ્યા ખૂબ ઓછી થઇ જશે રેવન્યૂ શેયરિંગ એક્સેસ મેળવી શકશે. એકાઉન્ટ વેરીફાઇ કરાવીને વેરીફિકેશન બેઝ પણ મેળવી શકશે.