શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વૉટ્સએપનું જબરદસ્ત ફિચર, એકવાર ફોટો કે વીડિયો સેન્ડ કર્યા બાદ આ રીતે કરી શકાય છે ઓટોમેટિક ડિલીટ, જાણો પ્રૉસેસ
આમાં કોઇપણ મીડિયા ફાઇલ જેવી કે ફોટો, વીડિયો, જિક ફાઇલને કોઇે સેન્ડ કર્યા બાદ કે પછી તે વ્યક્તિના ચેટ પરથી હટાવ્યા બાદ તે ફાઇલ ફોનમાંથી ગાયબ થઇ જશે. જાણો કઇ રીતે...
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ દુનિયાભરમાં લોકપ્રિય થઇ ચૂકી છે. આનો ઉપયોગ દિવસે દિવસે સતત વધી રહ્યો છે. હવે વૉટ્સએપના વધતા વપરાશને લઇને કેટલાક ફિચર્સ જોડવામાં આવી રહ્યાં છે, જે દરેક યૂઝર્સની સુરક્ષા અને પ્રાઇવસી માટે ખુબ લાભકારક છે. આમાં એક ફિચર છે 'એક્સપાયરિંગ મીડિયા' (Expiring Media).
'એક્સપાયરિંગ મીડિયા' (Expiring Media) ફિચર.....
આમાં કોઇપણ મીડિયા ફાઇલ જેવી કે ફોટો, વીડિયો, જિક ફાઇલને કોઇે સેન્ડ કર્યા બાદ કે પછી તે વ્યક્તિના ચેટ પરથી હટાવ્યા બાદ તે ફાઇલ ફોનમાંથી ગાયબ થઇ જશે. જાણો કઇ રીતે....
કઇ રીતે કામ કરે છે આ ફિચર...
1- જો તમારે કોઇ ફોટો કે પછી બીજી ફાઇલને ચેટ કરનારી વ્યક્તિને મોકલવી છે, અને ઇચ્છો છે કે તે એકવાર જોયા પછી તે ફાઇલ ડિલીટ થઇ જાય, તો તમારે નવા ફિચર અંતર્ગત View Once બટન પર ક્લિક કરવાનુ છે. આ ફિચરથી મોકલેલી મીડિયા ફાઇલને ડેડિકેટેડ ટાઇમર બટનથી એક્સેસ કરી શકાય છે.
2- તમારી ચેટમાં મીડિયા ફાઇલને જોડવા માટે તે બટન પર ક્લિક કરવુ પડશે, આ પછી તમારી સિલેક્ટેડ ફાઇલ્સ એક્સપાયર થઇ જશે.
3- વૉટ્સએપ આવી ફાઇલ્સને ટાઇમર આઇકૉનથી હાઇલાઇટ કરશે, જેનાથી યૂઝરને ખબર પડી જશે કે ચેટથી હટ્યા બાદ શેર કરવામાં આવેલી ફાઇલ ગાયબ થઇ જશે.
નોંધનીય છે કે વૉટ્સએપ ઉપરાંત સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર પહેલાથી જ આ ફિચર ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion