શોધખોળ કરો
Advertisement
ભારતમાં લોકડાઉનથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની વધી ડિમાન્ડ, ઘટાડવી પડી વીડિયો ક્વોલિટી
વર્તમાન ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત નથી જે આ લોડ સહન કરી શકે જેથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે વીડિયો ક્વોલિટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે ભારત સરકારે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. એવામાં લોકોને ઘરોમાં જ કેદ રહેવું પડશે. ત્યારે લોકો ઘરમાં રહીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. જેના કારણે કંપનીઓના સર્વર પર લોડ પડી રહ્યો છે. વર્તમાન ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત નથી જે આ લોડ સહન કરી શકે જેથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે વીડિયો ક્વોલિટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
ફેસબુકના પ્રવક્તાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, નેટવર્ક પર પડી રહેલા લોડના કારણે યુઝર્સને કોઇ પરેશાની ના થાય તે માટે અમે ભારતમાં કેટલાક સમય સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો ક્વોલિટીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તે સિવાય અમારે એ પણ જોવાનું રહેશે કે લોકો ફેસબુક એપ્સ અને સર્વિસિઝની મદદથી કોરોના વાયરસની મહામારીના સમયમાં જોડાયેલા રહી શકે. નોંધનીય છે કે આ અગાઉ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે યુરોપ અને લેટિન અમેરિકામાં પણ વીડિયો ક્વોલિટી ઘટાડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement