શોધખોળ કરો
Advertisement
ફેસબુક મેસેન્જરમાં હવે ચેટ રહેશે એકદમ સુરક્ષિત, કંપનીએ સેફ્ટી માટે આપ્યુ ખાસ ફિચર
તાજેતરમાં જ ફેસબુકે પોતાના મેસેન્જર પ્લેટફોર્મ પર એક મોટો ફેરફાર કર્યો છે. જેનાથી સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ચેટને સુરક્ષિત રાખી શકશે
નવી દિલ્હીઃ વર્તમાન યુગ સોશ્યલ મીડિયાનો યુગ છે, લોકો એકબીજાની નજીક રહેવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યાં છે. જોકે, આમાં એક મોટી સમસ્યા સેફ્ટીની છે, અને ફેસબુક આના પર સતત કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ ફેસબુકે પોતાના મેસેન્જર પ્લેટફોર્મ પર એક મોટો ફેરફાર કર્યો છે. જેનાથી સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ચેટને સુરક્ષિત રાખી શકશે.
ફેસબુકના મેસેન્જર માટે એક પ્રાઇવસી ફિચરની વાત કહી છે, આ નવુ ફિચર આવ્યા બાદ ફેસબુક યૂઝર્સ એપ પર સીધા બીજા યૂઝર્સના આવી રહેલા મેસેજ અને કૉલને કન્ટ્રૉલ કરી શકશે. ખરેખરમાં આ ફિચર આવ્યા બાદ ફેસબુક મેસેન્જર એપને લૉક ફિચર જેવી નવી ફેસિલીટી મળી જશે.
જેની મદદથી યૂઝર આ ફિચર અંતર્ગત પોતાની મોબાઇલ એપને લૉક કરી શકશે. આ ફિચર્સના આવ્યા બાદ યૂઝર્સ પોતાના બાયૉમેટ્રિક્સ જેવા કે ટચ અને ફેસ આઇડીનો ઉપયોગ કરીને એપને અનલૉક કરી શકશે.
આ ફિચરને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે, વર્તમાનમાં ફેસબુક મેસેજન્ચર એપની આ સુવિધા આઇઓએસ અને આઇપેડ યૂઝર્સ સુધી જ સિમીત રાખવામાં આવી છે. ફેસબુક મેસેન્જર જલ્દી આગામી દિવસોમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ આ ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
ફેસબુકે મેસેન્જર એપ માટે બીજી એક પ્રાઇવસી ફિચરની પણ જાહેરાત કરી છે, આ ફિચર આગામી દિવસોમાં યૂઝર્સ એપની મદદથી બીજા યૂઝર્સના મેસેજ અને કૉલને કન્ટ્રૉલ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement