શોધખોળ કરો
Advertisement
Facebook એ 69 હજાર એપ્સને કરી સસ્પેન્ડ, યુઝર્સની પ્રાઇવેસીનો હતો ખતરો
કંપનીએ ઇશારામાં કહ્યું કે, જેટલા યુઝર્સના ડેટા લીકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તે તેની સરખામણીએ ખૂબ વધું છે.
નવી દિલ્હીઃ ફેસબુકે યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરનારા હજારો એપ્સને સસ્પેન્ડ કરી દીધો છે. ફેસબુકે આ પગલું કૈમ્બ્રિજ એનાલિટિકા પ્રકરણની તપાસ પર આધારિત છે. આ દરમિયાન ફેસબુક યુઝર્સના ડેટા લીક અંગે કહ્યું કે, આ અગાઉ લગાવવામાં આવેલા અંદાજથી ખૂબ મોટું છે. કંપનીએ ઇશારામાં કહ્યું કે, જેટલા યુઝર્સના ડેટા લીકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તે તેની સરખામણીએ ખૂબ વધું છે.
ફેસબુકના એક બ્લોપોસ્ટમાં કહ્યું કે, તેણે માર્ચ 2018માં પોતાની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, બ્રિટિશ કંન્સલ્ટેન્સી કૈમ્બ્રેજ એનાલિટિકાએ કોઇ પણ પ્રકારની મંજૂરી વિના ફેસબુક યુઝર્સના ડેટાને એક્સેસ કરવાની સાથે તેનો ખોટો ઉપયોગ કર્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે ફેસબુકને અત્યાર સુધીમાં 400 ડિવેલપર્સ સાથે જોડાયેલા હજારો એપ્સ સસ્પેન્ડ કરી દીધા છે. આ સંખ્યા છેલ્લા વર્ષે ઓગસ્ટમાં ફેસબુક દ્ધારા સસ્પેન્ડ કરવામાં આવેલા 400 એપ્સથી ખૂબ વધારે છે.
ફેસબુકે કેટલા એપ્સ સસ્પેન્ડ કર્યા છે જેની ઓળખ કોર્ટ ફાઇલિંગ પરથી ચાલી હતી. બોસ્ટનની સ્ટેટ કોર્ટમાં આ ફાઇલિંગ કરવામાં આવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું છે કે ફેસબુકે 69 હજાર એપ્સને સસ્પેન્ડ કરી દીધા છે.
જેમાંથી મોટાભાગની એવી એપ છે જેને ફેસબુકે એટલા માટે સસ્પેન્ડ કરી છે કારણ કે તે તપાસની પ્રક્રિયામાં ફેસબુકનો સહયોગ કરી રહી નહોતી. તેમાં 10 હજાર એપ એવી છે જેને ફેસબુકે ફ્લેગ કરી દીધી છે. ફ્લેગ કરવાનો અર્થ છે કે આ 10 હજાર એપ્સ યુઝર્સના ડેટા અને પ્રાઇવેસી માટે સૌથી ખતરનાક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion