શોધખોળ કરો
ડિસ્કાઉન્ટ વાળા ચાર સસ્તાં સ્માર્ટફોન, બની શકે છે તમારી પહેલી પસંદ, જાણો વિગતે
કેટલાક ફોન એવા છે જે તમને 10 હજારથી ઓછી કિંમતમાં બેસ્ટ ઓફર્સ સાથે અવેલેબલ થઇ શકે છે. જો તમે આવા ફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં દમદાર ફોનનુ લિસ્ટ બતાવવામાં આવ્યુ છે જે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યાં છે

નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં ઓછી કિંમત વાળા શાનદાર સ્માર્ટફોન અવેલેબલ થઇ ચૂક્યા છે. ભારતીય યૂઝર્સ પણ આ સેગમેન્ટમાં ફોનને વધુ પસંદ કરી રહ્યાં છે. કેટલાક ફોન એવા છે જે તમને 10 હજારથી ઓછી કિંમતમાં બેસ્ટ ઓફર્સ સાથે અવેલેબલ થઇ શકે છે. જો તમે આવા ફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં દમદાર ફોનનુ લિસ્ટ બતાવવામાં આવ્યુ છે જે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યાં છે. Samsung Galaxy M01s સેમસંગનો આ ફોન લૉ બજેટ રેન્જમાં અવેલેબલ છે. હાલ આ ફોનની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોન હાલ 9,999 રૂપિયામાં મળી રહ્યો છે, પરંતુ ઓફરની સાથે તમે આને 9,499માં ખરીદી શકો છો. Samsung Galaxy M01 Core સેમસંગનો બીજો એક આ ફોન પણ સસ્તો છે. ફોનની કિંમત 5,999 રૂપિયા છે, જોકે હવે ડિસ્કાઉન્ટ બાદ તમે આને 5,499 રૂપિયામાં ખરીદી શકો છો. Poco M2 Pro પોકોનો આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે સેલ થઇ રહ્યો છે. કંપની આના પર 3 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે. ફોનની કિંમત 16,999 રૂપિયા છે પરંતુ હવે ડિસ્કાઉન્ટ સાથે આને 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Realme 6 રિયલમીના આ લેટેસ્ટ ટેકનલૉજી વાળો ફોનની કિંમત 17,999 રૂપિયા છે, પરંતુ ઓફર અને ડિસ્કાઉન્ટ બાદ આને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















