Free Fire MAX OB36 Updateને આ રીતે કરો ડાઉનલૉડ, મળશે આ નવા ફિચર્સ
અમે આ આર્ટિકલમાં તમને ફ્રી ફાયર મેક્સ OB36 અપડેટને ઇન્સ્ટૉલ કરવાની પુરેપુરી અને સરળ રીત બતાવી રહ્યાં છીએ.
Free Fire MAX OB36 Update: ફ્રી ફાયર મેક્સ ઓબી36 અપડેટ લાઇવ થઇ ચૂક્યુ છે. નવા અપડેટ બાદ લોકપ્રિય બેટલ રૉયલ ગેમમાં કેટલાક નવા ફિચર્સ જોવા મળી રહ્યાં છે. જો તમે પણ આ અપડેટ ડાઉનલૉડ કરવા ઇચ્છો છો, તો Google Play Store અને Apple App Store પર જઇને ગેમનુ અપડેટેડ વર્ઝન ડાઉનલૉડ કરી શકો છો. આ નવા વર્ઝનની સાથે ગેમ રમવી યૂઝર્સ માટે વધુ મજેદાર બની જશે. નવા ફિચર્સની સાથે યૂઝર્સને નવા મેપ વગેરેના કેટલાય ઓપ્શન આપવામાં આવી રહ્યાં છે. અમે આ આર્ટિકલમાં તમને ફ્રી ફાયર મેક્સ OB36 અપડેટને ઇન્સ્ટૉલ કરવાની પુરેપુરી અને સરળ રીત બતાવી રહ્યાં છીએ.
Free Fire MAX OB36 Update -
જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તમને Google Play Store પર જઇને નવુ અપડેટ ડાઉલનૉડ કરવાનુ છે, વળી, આઇફોન યૂઝર્સ Apple App Store પર જઇને આસાનીથી નવુ અપડેટ ડાઉનલૉડ કરી શકો છો.
એન્ડ્રોઇડ યૂઝર્સ ફોલો કરે આ સ્ટેપ્સ -
એન્ડ્રોઇડ યૂઝર્સ સૌથી પહેલા પોતાના ડિવાઇસ પર Free Fire MAXને ખોલો.
ત્યારબાદ પ્લે સ્ટૉર પર ગેમ માટે સર્ચ કરો. તમે જોશો કે તમને Install ની જગ્યાએ Update બટન દેખાશે.
Update પર ક્લિક કરતાં જ અપડેટ થવાનુ શરૂ થઇ જશે.
આ ઉપરાંત ગેમ ઓપન કરવામાં પણ તમને અપડેટનુ ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરતાની સાથે જ તમે સીધા ગૂગલ પ્લે સ્ટૉર પર પહોંચી જશો.
આઇફોન યૂઝર્સ ફોલો કરે આ સ્ટેપ્સ -
આઇફોન યૂઝર્સ Apple App Store પર જઇને ગેમ માટે સર્ચ કરો.
પછી ગેમના નામ સામે આવી રહેલા અપડેટ બટન પર ટેપ કરીને તેને ડાઉનલૉડ કરી લો.
આ ડિવાઇસ પર રન કરશે ગેમ -
આ લોકપ્રિય બેટલ રૉયલ ગેમ તે સ્માર્ટફોન ડિવાઇસ પર કામ કરે છે, જે Android 4.1 કે તેનાથી ઉપર વાળી ઓપરેટિંગ વર્ઝનની સાથે છે. સાથે જ ફોનમાં 2GB RAM જરૂરી હોવી જોઇએ. વળી, iOS 11.0 કે તેનાથી ઉપર વાળા iPhone પર આ ગેમ કામ કરે છે.
અપડેટથી મળ્યા આ નવા ફિચર્સ -
ફ્રી ફાયર મેક્સમાં નવા અપડેટ બાદ કમ સે કમ એક નવુ કેરેક્ટર સામેલ થાય છે, આ નવા અપડેટની સાતે પણ ગરેના એક નવુ મિસ્ટ્રી કેરેક્ટર રિલીઝ થયુ છે. ફ્રી ફાયર મેક્સ ઓબી36 એડવાન્સ સર્વરમાં ગેલેરીવધુ એક ફિચર આપવામાં આવ્યુ છે. આ ગેમમાં ખેલાડી in-game Armory ખોલી શકે છે. આ પછી ગેલેરી પર ટેપ કરીને કોઇપણ વેપનની સ્કિનને જોઇ શકે છે. તેને અલગ અલગ હથિયારોની સ્કિલ્સને કમ્પેર કરવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ પ્લેયર્સને કેટલાક કમાલના ફિચર્સ મળી રહ્યાં છે. અપડેટની સાથે નવી ઇવેન્ટ પણ ગેમમાં શરૂ કરવામાં આવી છે.