શોધખોળ કરો
Advertisement
ગૂગલે કોરોનાને ધ્યાનમાં રાખી સેફ્ટી માટે ગૂગલ મેપમાં એડ કર્યુ આ ખાસ ફિચર, જાણો કઇ રીતે કરશે કામ
યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગૂગલે એક ખાસ ફિચર લૉન્ચ કર્યુ છે, ગૂગલે પોતાના મેપમાં કૉવિડ લેયર ફિચરને સામેલ કર્યુ છે. આ અંતર્ગત દુનિયાના 220 દેશોમાં કૉવિડ-19ની સ્થિતિની જાણ થશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કેરની વચ્ચે પોતાના યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગૂગલે એક ખાસ ફિચર લૉન્ચ કર્યુ છે, ગૂગલે પોતાના મેપમાં કૉવિડ લેયર ફિચરને સામેલ કર્યુ છે. આ અંતર્ગત દુનિયાના 220 દેશોમાં કૉવિડ-19ની સ્થિતિની જાણ થશે. તમામ એન્ડ્રોઇડ અને આઇઓએસમાં અવેલેબલ ગૂગલ મેચમાં કૉવિડ લેયરના આ ફિચરને આ જ અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે.
અહીંથી જશે આંકડા
કૉવિડ લેયરમાં બતાવવામાં આવેલા આંકડા કેટલાય અધિકારીક સુત્રો દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. જેમાં ઝૉન હૉપકિન્સ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સ, વર્લ્ડ હેલ્થો ઓર્ગેનાઇઝેશન, સરકારી સ્વાસ્થ્ય મંત્રાલય, સ્થાનિક સ્વાસ્થ્ય એજન્સીઓ અને હૉસ્પીટલ વગેરે સામેલ હશે.
કઇ રીતે કરશે કામ
જેમ કે તમે ગૂગલ મેપ ઓપન કરશો, તમને સ્ક્રીન પર જમણી બાજુ ઉપર લેયર્સ બટન દેખાશે. આમાં ક્લિક કરવાથી કૉવિડ-19 સાથે જોડાયેલી જાણકારીઓ તમારી સામે આવી જશે. મેપમાં કલર કૉડિંગની પણ સુવિધા છે, જેથી કોઇ ક્ષેત્રમાં મામલાના ધનત્વને આસાનીથી અંદાજ લગાવી શકાય.
સાત દિવસના હિસાબે કૉવિડના નવા કેસોની મળશે જાણકારી
ગૂગલ મેપના પ્રૉડક્ટ મેનેજર સુજૉય બેનર્જીએ કહ્યું કે, જે જગ્યાએ મેપને તમે ખોલશે, ત્યાં પ્રતિ એક લાખ લોકોમાં એવરેજ સાત દિવસના હિસાબે કૉવિડના નવા કેસે બતાવવામાં આવશે, અને સાથે આમાં એ વાતની પણ જાણકારી આપવામાં આવશે કે ત્યાં આવનારા સમયમાં કેસો વધી શકે છે કે ઓછા થશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement